૪થી ૬૦ વર્ષના લોકો માટે મંજૂરી:બે ડોઝ આપવામાં આવશે
ભારતમાં દૃર વર્ષે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળે છે, પરંતુ હવે આ જીવલેણ બીમારી સામે દૃેશવાસીઓને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે. ભારતમાં આવતા વર્ષની શરૂઆતના ૬ મહિનામાં ડેન્ગ્યુની પહેલી રસી બજારમાં આવી શકે છે. જાપાનની દૃવા કંપની તાકેદૃાની રસી ’ઊડ્ઢઈદ્ગય્છ’ને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન તરફથી વેચાણ માટેની મંજૂરી મળી ગઈ છે. દૃેશભરમાં આ રસી ઉપલબ્ધ કરાવવા માટે જાપાનીઝ કંપનીએ ભારતની પ્રખ્યાત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે.આ રસી ૪થી ૬૦ વર્ષની વયજૂથના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. આ રસીના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે ૩ મહિનાનું અંતર રાખવું પડશે. અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તેવા દૃર્દૃીઓ પણ આ રસી મૂકાવી શકશે. ડેન્ગ્યુ વાયરસના ૪ અલગ-અલગ સ્ટ્રેઇન હોય છે, જેથી એક વખત ચેપ લાગ્યા પછી પણ બીજા સ્ટ્રેઇનનો ખતરો યથાવત્ રહે છે.