1998માં કોંગ્રેસથી છૂટા પડ્યા બાદ મમતા બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસની રચના કરી હતી: હાલ સત્તા ગયા બાદ પક્ષમાં બે ભાગલા પડી ગયા છે
મમતા બેનર્જીએ સ્થાપેલી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું હવે ‘નામો-નિશાન’ નહીં રહે! 28 વર્ષ બાદ પહેલી તૃણમુલ કોંગ્રેસ પોતાના મુળ નામ અને ચૂંટણી ચિહ્ન વિના મેદાનમાં ઉતરશે. સત્તા ગુમાવ્યા બાદ પાર્ટીમાં તૂટ અને ધારાસભ્ય-સાંસદોના ભાગલા બાદ હવે ‘નામ અને નિશાન’ની ઓળખ પણ છિનવાઇ ગઇ છે.
ચૂંટણી પંચના વચગાળાના ફેંસલા બાદ મમતા બેનર્જી સામે સૌથી મોટો સવાલ એ છે કે નવી ચૂંટણી ઓળખ સાથે તૃણમૂલની જુની રાજકીય ઓળખ સાથે તૃણમૂલની જુની રાજકીય ઓળખ કેવી રીતે કાયમ રહેશે.
પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની સફર 1998થી શરૂ થઇ હતી. ભાગલા થયા છે, ધારાસભ્ય અને સાંસદ અલગ-અલગ જુથોમાં જોવા મળે છે અને પાર્ટીના સંગઠનાત્મક નિયંત્રણને લઇને બંને પક્ષોના દાવા છે. પૂરા વિવાદનો સૌથી મોટો સવાલ એ છે કે આખરે મૂલ તૃણમુલ કોંગ્રેસનું નામ અને ચૂંટણી ચિહ્ન પર કોનો દાવો સ્વીકારવામાં આવશે. બંને જુથો પોતાનો દાવો-દસ્તાવેજો રજુ કરી રહ્યા છે, ચૂંટણી પંચ સામે સવાલે છે કે બંને જુથોમાંથી કોની પાસે પ્રતિનિધિત્વના અધિકાર છે.
હાલ તો ચૂંટણી પંચે બંને જુથો પર મુળ નામ અને નિશાન આપવા પર રોક લગાવી દીધી છે અને વચગાળાની વ્યવસ્થા કરી છે.
પેટા ચૂંટણીઓમાં નવી ઓળખ સાથે બન્ને જુથો ઉતરશે, નવું નિશાન લેવું પડશે.