Jai Hind

હવે ટીટીઈ પાછળ યાત્રીઓને દોડવું નહીં પડે, ઓટો સીસ્ટમથી મળશે ક્ધફર્મ ટિકીટ

રેલવે દ્વારા અત્યાધુનિક ડિજિટલ ક્રાંતિની શરૂઆત

યાત્રીની ચાલુ યાત્રા દરમિયાન તબીયત બગડે તો ટીટીઈ કેમેરા લગાવેલા સ્માર્ટ જેકેટથી નજીકના સ્ટેશનને ઈમર્જન્સી એલર્ટ મોકલી શકશે

રેલવે એક એવી અત્યાધુનીક ડીજીટલ ક્રાંતિની શરૂઆત કરી રહ્યું છે, જયાં ટ્રેનમાં કોઈપણ બર્થ ખાલી થતા જ સીસ્ટમ તેને ઓટોમેટીક નિયમ અનુસાર આરએસી-વેઈટીંગ યાત્રીને એલોટ કરી દેશે. આ નવી વ્યવસ્થામાં ટીટીઈની દખલ પુરી રીતે ખતમ થઈ જશે.
રેલવે બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે આવા રેલ યાત્રી સ્વયં પોતાના મોબાઈલ પર રેલ મદદ કે આઈઆરસીટીસી એપના માધ્યમથી તે લાઈવ જોઈ શકાશે કે સફર દરમિયાન કયા સ્ટેશનમાં કયા કોચમાં કેટલી સીટો ખાલી છે.
પાયલોટ પ્રોજેકટ થશે શરૂ: એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન ટિકીટ એન્ઝામિનર (ટીટીઈ)ના હેન્ડહેલ્ડ ટર્મિનલ્સ (એચએચટી)ને રિયલ ટાઈમ બાયોમેટ્રીક સિંક અને જીપીએસ ટ્રેકીંગથી જોડવાનો સફળ પ્રાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ એચએચટીમાં ફોર-જી કનેકટીવીટીની સાથે રિયલ-ટાઈમ ડેટા સિંક, પાંચ મીટર સુધીની ચોકકસ જીપીએસ લોકેશન ટ્રેકીંગ, ટીટીઈની ડિજીટલ ઉપસ્થિતિ માટે બાયોમેટ્રીક ફિંગરપ્રિન્ટ સ્કેનર, 12 કલાકની બેટરી બેકઅપ અને વોટરપ્રુફ અને ડસ્ટપ્રુફ ડિઝાઈન જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે,
આની વિશેષતા એ છે કે ટીટીઈ જેવો રસ્તામાં આવતા સ્ટેપ્શન પર કોઈ યાત્રીના ન ચડવા પર તે સીટને એચએચટી પર અનબોર્કેડ માર્ક કરશે. આ માહિતી તરત રેલવેના કેન્દ્રીય કોમ્પ્યુટર (સર્વર) સુધી પહોંચી જશે. સીસ્ટમ આરએસી, વેઈટીંગ યાદીમાં સૌથી ઉપરના યાત્રીને બર્થ એલોટ કરશે. 139 ખાતે ફરિયાદ નોંધાવી શકાશે: અધિકારીએ જણાવ્યું હતું કે જો ટીટીઈ ચેકીંગ માટે ઉપસ્થિત નહી થાય કે ખાલી બર્થ ડિવાઈસ પર માર્ક નથી કરતા તો યાત્રી સીધા રેલ મદદ એપ કે 139 નંબર પર ફરિયાદ કરી શકે છે, જીપીએસ ડેટાના આધારે તરત કાર્યવાહી કરાશે.
આ સીસ્ટમથી યાત્રીઓની ફરિયાદો ઘટી શકે છે. આ ઉપરાંત ટીટીઈને સ્માર્ટ જેકેટ અને કેમેરા મળશે. કોઈ યાત્રીની તબીયત બગડવાથી ટીટીઈ તરત સ્માર્ટ જેકેટ-કેમેરાની મદદથી ટીટીઈ એસઓએસ દબાવી નજીકના કંટ્રોલ રૂમ કે આગળના સ્ટેશન માસ્ટર પાસે ઈમરજન્સી એલર્ટ મોકલી શકાશે.