ભારતીય અર્થતંત્રમાં અદ્ભૂત તાકાત: ‘મૂડીઝ’એ વિકાસદર અનુમાન 1 ટકા વધાર્યુ

રિઝર્વ બેંક સહિતની અન્ય એજન્સીઓથી તદ્ન અલગ તારણ

ભારતનો વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ: સરકારની નીતિ-પગલાઓની ભારોભાર પ્રશંસા

મધ્યપૂર્વના યુધ્ધ સહિતના વૈશ્ર્વિક સંકટોની અસરે દુનિયાભરના અર્થતંત્ર પર જોખમ તોળાય રહ્યું છે તેવા સમયે પણ ભારત ઝળકી રહ્યું છે. વૈશ્ર્વિક રેટીંગ એજન્સી મૂડીઝે ભારતીય આર્થિક વિકાસ દરના અંદાજમાં એક ટકાનો ધરખમ વધારો કર્યો છે અને અનુમાન 6 ટકાથી વધારીને સાત ટકા કરી દીધું છે.
યુધ્ધ સહિતના પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની તાકાત અકબંધ રહેતા આંતરરાષ્ટ્રીય એજન્સીને પણ ગ્રોથ દેખાય રહ્યો છે.
મજબૂત ડૉમેસ્ટિક માગ, બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાયવેટ કંઝમ્પશનથી ભારતીય અર્થવ્યવસ્થાને તાકાત મળી છે. રેટિંગ એજન્સીએ એ વાત સ્વીકારી છે કે, દુનિયાના બાકીના દેશમાં અનેક એવા આર્થિક ઝટકા લાગ્યા હોવા છતા ભારતીય અર્થતંત્રએ પોતાની સ્થિરતા ટકાવી છે. ભારતીય અર્થવ્યવસ્થાને આશા કરતા વધારે મજબૂતી મળી રહી છે. મિડલઈસ્ટમાં ચાલી રહેલી તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે ભારત પર આની કોઈ ખાસ અસર જોવા મળી નથી. દેશમાં લોકોની માગ વધી રહી છે. પ્રાયવેટ કંઝમ્પ્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે કેન્દ્ર સરકારે સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર શાનદાર રીતે પૈસા ખર્ચી નાંખ્યા છે. જેનો સીધો ફાયદો દેશના લોકોને મળે છે અને વિકાસને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને પ્રાયવેટ સેક્ટર હવે ફરીથી ટ્રેક પર આવી રહ્યું છે. આ સિવાય સર્વિસ સેક્ટર પણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આ તમામ પાસાને લઈને ભારતીય અર્થવ્યવસ્થા વગર કોઈ આંચકા સાથે પ્રગતિ કરી રહી છે.
વર્ષ 2026ના પહેલા છ મહિનામાં ભારતનો રીયલ જીડીજી ગ્રોથ રેટ 8.2 ટકા હતો જ્યારે વર્ષ 2025માં આ ટકાવારી 7.3 ટકા હતી. બેસ્ટ પર્ફોમન્સ કરીને ભારતીય અર્થતંત્રએ પ્રગતિ કરી છે. મિડલઈસ્ટમાં થયેલા યુદ્ધની ખાસ કોઈ અસરથી અર્થતંત્રની પ્રગતિન કોઈ બ્રેક લાગી નથી. અન્ય ગ્લોબલ સંસ્થાઓના અનુમાન કરતા મોડ્સનું વલણ ખૂબ જ અલગ છે. એસએન્ડપી રેટિંગ એજન્સીએ જુન મહિનામાં ભારતનો વિકાસદર 6.6 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ જુન મહિનામાં ગ્રોથ અનુમાન 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી નાંખ્યું હતું. આ તમામ આંકડા કરતા અલગ મોડ્સએ અલગ આંક આપીને આશ્ચર્ય ઊભું કર્યું છે. ભારતે સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમીમાં પોતાની ટોપ પોઝિશન મજબૂત કરી નાંખી છે. ગત વર્ષે પણ ભારતે બેસ્ટ પર્ફોમ કર્યું અને અર્થવ્યવસ્થાને સતત પ્રગતિના પંથ પર રાખી છે. રેટિંગ એજન્સી એવું પણ સ્વીકાર્યું કે, સરકારની પોલીસી પણ મજબૂત રીતે અસર કરી શકે છે. સરકારનું સંપૂર્ણ ફોક્સ રોકાણ વધારવા પર રહ્યું છે. આંતરીક માળખાને મજબૂત કરીને, ખેતીથી લઈન દરેક સેક્ટરમાં એક ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવા પર સરકારે ધ્યાન આપ્યું છે. ગતિશક્તિ યોજનાથી લોજીસ્ટિક ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ આવી છે. એફડીઆઇના નિયમો હળવા થતા વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરીને રેવન્યૂ ઊભી કરવા માટે વિચાર કરી રહી છે.
સરકારનું ડોમેસ્ટિક ફાયનાન્સ બેઝ સંપૂર્ણ રીતે સ્થિત છે અને સુરક્ષિત છે. આ પાસું પણ ઘણી રીતે અસર કરે છે. મજબૂત અને સતત મુલ્યાંકન આધારિત તૈયાર કરવામાં આવેલી સરકારની પોલિસીએ સાબિત કર્યું છે કે, દેશ કોઈપણ પ્રકારના બાહરના આર્થિક સંકટ સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

રિલેટેડ ન્યૂઝ