દૃેશભરમાં ચાવી રહેલ એસઆઇઆર કાર્યવાહી અંતર્ગત
નોટીસની યાદૃીમાં ચૂંટણી કમિશ્ર્નર સહિત ઘણા વીઆઇપી નામ
દૃેશભરમાં મતદૃાર યાદૃીને સચોટ અને વ્યવસ્થિત બનાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા દૃરમિયાન બહાર આવેલી નોટિસની યાદૃીમાં અનેક અગ્રણી નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ અને દિૃગ્ગજ હસ્તીઓના નામ સામે આવ્યા છે. સામાન્ય નાગરિકોની જેમ જ જાણીતા લોકોના રેકોર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે, જેને કારણે આ સમગ્ર પ્રક્રિયા દૃેશભરમાં ચર્ચાનો વિષય બની છે.ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ કેટલાક જાણીતા નામોના સ્પેિંલગમાં અગાઉના દૃસ્તાવેજોની સરખામણીએ તફાવત જોવા મળ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક વરિષ્ઠ મહાનુભાવોના કિસ્સામાં જૂના ડેટાબેઝ સાથે હાલના રેકોર્ડનું સીધું મેિંચગ ન થવું અથવા તાર્કિક વિસંગતતા જેવી બાબતો સામે આવી છે. આ કારણોસર ચૂંટણી પંચ દ્વારા દૃસ્તાવેજી સ્પષ્ટતા અને ખરાઈ માટે નિયમ મુજબ નોટિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નોટિસ મળવાનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ વ્યક્તિનું નામ કાઢી નાખવામાં આવ્યું છે અથવા તેઓ અયોગ્ય ઠર્યા છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દૃરમિયાન મતદૃાર રેકોર્ડની ચકાસણી કરવામાં આવે છે, જેમાં માત્ર માહિતીની ખરાઈ કરવામાં આવે છે. સંબંધિત વ્યક્તિઓ જરૂરી પુરાવા અને દૃસ્તાવેજો રજૂ કરીને પોતાના ડેટાને અપડેટ કરાવી શકે છે.
