ફૂટબોલની જેમ બ્રિજ પરથી કાર ખાબકી મુંબઈ કોસ્ટલ રોડ પર ગમખ્વાર અકસ્માત: ૩ યુવકોના કરૂણ મોત

લક્ઝુરિયસ બીએમડબલ્યુ કારના આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકની ઓળખ શનાય ગજ્જર તરીકે થઈ છે

મુંબઈના કોસ્ટલ રોડ પર સર્જાયેલા ગંભીર બીએમડબલ્યુ કાર અકસ્માતમાં અમદૃાવાદૃના એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ અમદૃાવાદૃના નવરંગપુરા સ્થિત સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને વૈભવી પરિવારના પુત્ર શનાય ગજ્જર તરીકે થઈ છે, જે મુંબઈ ખાતે આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના પિતા તાત્કાલિક મુંબઈ જવા રવાના થયા હતા. આ ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતા જ પરિવાર પર દૃુ:ખનો પહાડ તૂટી પડ્યો છે અને આઘાતમાં સરેલો પરિવાર કેમેરા સમક્ષ કંઈપણ બોલવાથી દૃૂર રહૃાો હતો. જોકે, ઘરમાં હાજર ફાલ્ગુનભાઈના માતાએ શનાય તેમનો જ પૌત્ર હોવાની અને અકસ્માતગ્રસ્ત બીએમડબલ્યુ કાર પણ ફાલ્ગુન ગજ્જરના નામે જ હોવાની પુષ્ટિ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં ભોગ બનેલા ત્રણેય યુવકો અમદૃાવાદૃના છે.
મૃતક શનાય ગજ્જર અમદૃાવાદૃના ઉચ્ચ અને વૈભવી વિસ્તાર ગણાતા નવરંગપુરાની સ્વસ્તિક સોસાયટીનો રહેવાસી હતો. તે મુંબઈ ખાતે આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા માટે ગયો હતો. અકસ્માતના આઘાતજનક સમાચાર મળતા જ શનાયના પિતા ફાલ્ગુનભાઈ ગજ્જર તાત્કાલિક મુંબઈ જવા માટે રવાના થઈ ગયા હતા. એકના એક યુવાન દૃીકરાને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આટલી મોટી હોનારત બાદૃ શોકમાં ડૂબેલો પરિવાર અત્યંત આઘાતમાં હોવાથી તેમણે કેમેરા સમક્ષ કંઈ પણ બોલવાથી અંતર જાળવ્યું હતું. જોકે, ઘરે હાજર ફાલ્ગુનભાઈના માતાએ દૃુ:ખી હૈયે વાતચીત કરતા પુષ્ટિ કરી હતી કે મૃત્યુ પામનાર શનાય તેમનો જ પૌત્ર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અકસ્માતગ્રસ્ત લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર પણ ફાલ્ગુનભાઈ ગજ્જરના નામે જ રજીસ્ટર્ડ થયેલી હતી.

રિલેટેડ ન્યૂઝ