ભાગલપુરમાં ધાર્મિક વિધિ બાદ નદીમાં સ્નાન કરવા ગયેલા 6 બાળકોના ડૂબી જતા મોત

અહીં હૃદય ખળભળાવી નાખે તેવી દર્દનાક ગંગા નદીમાં ધાર્મિક વિધિ બાદ ન્હાવા ગયેલ 6 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. બધા બાળકો કર્મા-ધર્મા પૂજા કરીને સ્નાન કરવા માટે નારાયણપુર દિયારા ગયા હતા. બધા બાળકો વૈકુંઠપુર દુધૈલાના રહેવાસી જણાવાઈ રહ્યા છે.
આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બધા બાળકો લગભગ 12 વર્ષની વયના હતા. કર્મા-ધર્મા પૂજાને લઈને બાળકો સ્નાન કરવા પૂરના પાણીમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન તેઓ ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા અફડા-તફડી મચી ગઈ હતી, સ્થાનિક લોકોએ બાળકોની તલાશ શરૂ કરી હતી. ખુબજ જહેમત બાદ બધા બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમના જીવ બચાવી શકાયા નહોતા.
બાળકોના મોતથી તેમના પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પૂરા શહેરમાં શોક ફેલાયો હતો. સ્થાનિકોએ આવા સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધારવા અને બાળકોને પૂરના પાણીથી દૂર રાખવા જાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ