મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો : એશિયન ગેમ્સ-૨૦૨૬માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

જાપાનના નાગોયામાં યોજાયેલા એશિયન ગ્ોમ્સ ૨૦૨૬માં મહિલા ટી-ટ્વેન્ટી ક્રિકેટની નિસ્શીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકાન્ો ૧૪૭ રનથી હરાવીન્ો ભારતન્ો પહેલો ગોલ્ડ અપાવનાર ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ જીત્ોલા ગોલ્ડ મેડલ અન્ો જાપાન એશિયન ગ્ોમ્સ ૨૦૨૬નો માસ્કેટ હાથમાં પકડીન્ો ગ્ાૃપ પોઝ આપી રહી છે.

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે ૯૯ રનની ભાગીદૃારી નોંધાઈ હતી

આઈચી-નાગોયા એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદૃાર અને ઐતિહાસિક પ્રદૃર્શન કરતા શ્રીલંકાને ૧૪૭ રનના વિશાળ અંતરથી પરાજય આપીને ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો છે. મંગળવારે નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેિંટગ કરતા નિર્ધારિત ઓવરોમાં ૩ વિકેટે ૨૧૬ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
ભારતીય ઇિંનગ્સ દૃરમિયાન સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ શાનદૃાર બેિંટગ કરતા ૪૫ બોલમાં ૭ છગ્ગા અને ૫ ચોગ્ગાની મદૃદૃથી ૭૯ રનનું યોગદૃાન આપ્યું હતું. આ ઉપરાંત, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે માત્ર ૨૨ બોલમાં અણનમ ૪૯ રન બનાવ્યા હતા. જેમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સામેલ હતા.
ઓપનર શેફાલી વર્માએ પણ ૨૯ બોલમાં ૪૮ રનની ઝડપી ઇિંનગ રમી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે ૯૯ રનની ભાગીદૃારી નોંધાઈ હતી, જેના કારણે ટીમ મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.
જવાબમાં ૨૧૭ રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે શરૂઆતથી જ દૃબાણમાં દૃેખાઈ હતી. શ્રીલંકાની સમગ્ર ટીમ ૧૫.૪ ઓવરમાં માત્ર ૬૯ રનમાં જ ઓલઆઉ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ ૨૯ રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ ખેલાડી ક્રિઝ પર ટકી શકી નહોતી. ભારત તરફથી ઘાતક બોિંલગ કરતા દૃીપ્તિ શર્માએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.
જ્યારે શેફાલી વર્મા, શ્રેયંકા પાટિલ અને શ્રી ચરણીએ બે-બે વિકેટ મેળવીને શ્રીલંકાની બેિંટગ લાઇનઅપને ધ્વસ્ત કરી દૃીધી હતી.
આ શાનદૃાર વિજય સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજીવાર ગોલ્ડ મેડલ જીતીને દૃેશનું ગૌરવ વધાર્યું છે.

રિલેટેડ ન્યૂઝ