સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
મધ્યપૂર્વના દૃેશોમાં જ્યારે ભયાનક સ્તરે યુદ્ધ પહોંચતા એક પછી એક દૃેશોમાં ઓઈલ અને ઊર્જાની અછત વર્તાતી જઈ રહી છે ત્યારે ભારતને મોટી રાહત આપે તેવી એક શોધ થઇ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ર્(ંદ્ગય્ઝ્ર) ને ભારત માટે
એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટી સફળતા મળી છે. ઓડિશાના દૃરિયાકાંઠાથી આશરે ૪૩ કિલોમીટર દૃૂર મહાનદૃી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદૃરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ ’સ્ડ્ઢઉ ૨૮’ નામના કૂવામાં આ શોધ થઈ હતી, જ્યાંથી છેલ્લા ત્રણ દિૃવસથી સતત સારા દૃબાણ અને ઝડપ સાથે ગેસ નીકળી રહૃાો છે.
ભારત માટે આ શોધ આર્થિક દ્રષ્ટિએ ખૂબ
જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે આનાથી દૃેશના વિદૃેશી તેલ અને ગેસ આયાત બિલમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, આ કૂવામાં કુલ કેટલો ગેસ છે અને તેનું વ્યાવસાયિક ઉત્પાદૃન કેટલું ફાયદૃાકારક રહેશે તે અંગેની વધુ માહિતી અને આંકડા તપાસ બાદૃ જાહેર કરવામાં આવશે.
આ કૂવાનું ખોદૃકામ ૨૫ જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે જુલાઈમાં ૮૪૦૮૪ કરોડ રૂપિયાના બજેટ સાથે ૨૦૩૦-૩૧ સુધી ચાલનારા ‘સમુદ્ર મંથન અભિયાનને મંજૂરી આપી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ દૃેશના અણછૂયેલા ઊંડા સમુદ્રી વિસ્તારોમાંથી હાઇડ્રોકાર્બન શોધવાનો છે. આ કૂવો (સ્ડ્ઢઉ ૨૮) મહાનદૃી બેસિનમાં ખોદૃવામાં આવનારા ચાર મુખ્ય કૂવાઓમાંથી પ્રથમ છે.