વિપક્ષોએ સીઈસીની ધરપકડ અન્ો અન્ોક રાજ્યોમાં ફરી ચૂંટણી યોજવા કરી માગ
બે ચુંટણી કમિશ્ર્નર સુખબિરસિંઘ સંધુ અને વિવેક જોશી એ પંચના ફોર્મ નં.6માં ફેરફાર અને વોટર ડેટા મુદે વિરોધ નોંધાવ્યો હતો: પશ્ર્ચિમ બંગાળ જઈંછ અપીલ મુદે પણ પ્રશ્ર્ન ઉભા કર્યા હતા: ઈન્ડિયન એકસપ્રેસનો સ્ફોટક રિપોર્ટ
મુખ્ય ચુંટણી કમિશ્ર્નરે વાંધા નજર અંદાજ કર્યાનો પણ આરોપ: વિપક્ષો આક્રમક: 13 કરોડ નામો મતદાર યાદીમાંથી દુર થયા તે મુદે તપાસ માટે વિપક્ષો મકકમ
ચુંટણીપંચ દ્વારા દૃેશભરમાં જે રીતે મતદૃાર યાદૃી ગહન પુન:સમીક્ષાનો કાર્યક્રમ જેને જઈંછ તરીકે ઓળખવામાં આવે છે તે અંગે સતત સર્જાઈ રહેલા વિવાદૃ વચ્ચે હવે આ સમગ્ર પ્રક્રિયા મુદૃે ચુંટણીપંચમાં જબરા મતભેદૃ હોવાનો ધડાકો થયો છે અને બે ચુંટણી કમિશ્ર્નર સુખબિરિંસઘ સંધુ તથા વિવેક જોશી એ ૧૦ મહિનામાં ૧૪ જેટલા મુદૃાઓ પર વિરોધ કર્યો હતો પરંતુ મુખ્ય ચુંટણી કમિશ્ર્નર જ્ઞાનેશકુમારે તેને નજર અંદૃાજ કર્યા હોવાનું પણ એક રિપોર્ટ મુજબ બે ચુંટણી કમિશ્ર્નર વારંવાર આ મુદૃાઓ પર પ્રશ્ર્ન ઉઠાવતા રહૃાા છે. જેમાં નવા મતદૃારોનું રજીસ્ટ્રેશન જે લોકો પોતાની મતદૃાર અંગેની શરતો પુરી ન કરી શકે તેમના નામ મતદૃાર યાદૃીમાંથી દૃુર કરવા સહિતના મુદૃે બંને ચુંટણી કમિશ્ર્નર એ લેખિતમાં વિરોધ નોંધાવ્યા હતા પરંતુ તે મુદૃે મુખ્ય ચુંટણી કમિશ્ર્નર દ્વારા નજર અંદૃાજ કરાયા હોવાનું માનવામાં આવે છે. આજે આ રિપોર્ટ આવતા જ વિપક્ષ હવે ચુંટણીપંચ સામે આક્રમક બની ગયો છે અને કોંગ્રેસ પક્ષે મુખ્ય ચુંટણી કમિશ્ર્નર જ્ઞાનેશકુમારનું રાજીનામુ માંગ્યુ છે તથા સુપ્રીમકોર્ટના મોનીટરીંગમાં તપાસની પણ માંગણી કરી છે. વિપક્ષના સીનીયર નેતા કપિલ સિબ્બલે દૃેશભરમાંથી ૧૩ કરોડ જેટલા નામો મતદૃારયાદૃીમાંથી દૃુર કરાયા તે સામે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે તો અખિલેશ યાદૃવથી મમતા બ્ોનર્જી, એમ કે સ્ટાલિન, આમ આદૃમી પાર્ટીના સાંસદૃ સંજયિંસહ સહિત વિપક્ષના ન્ોતાઓએ લઈ ઉદ્ધવ ઠાકરે આ તમામે પણ મુખ્ય ચુંટણી કમિશ્ર્નરની સામે હવે મોરચો માંડી દૃીધો છે અને આ મુદૃે હવે કાનુની જંગ પણ ખેલાય તેવી શકયતા છે. એક તરફ દિૃલ્હીમાં જે રીતે અનેક વીવીઆઈપી સહિત લાખો લોકોના નામ મતદૃાર યાદૃી મુદૃે નોટીસો અપાઈ તે વિવાદૃ પણ ચગ્યો છે. તે સમયે હવે આ મુદૃાએ સમગ્ર જઈંછ પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદૃાર યાદૃી સુધારણા પ્રક્રિયા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) અને પંચની આંતરિક કામગીરીને લઈને પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદૃ દૃેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ, આમ આદૃમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) સહિતના વિપક્ષના અનેક નેતાઓએ અલગ-અલગ માગણીઓ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર (ઝ્રઈઝ્ર) સામે મોરચો માંડી તેમના રાજીનામા, ધરપકડ અને તાજેતરની ચૂંટણીઓ રદૃ કરવાની આકરી માગણી કરી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આક્ષેપોને જનાદૃેશ ગુમાવી ચૂકેલા પક્ષોની હતાશા ગણાવીને ફગાવી દૃીધા છે, જ્યારે ચૂંટણી પંચે પોતાના તમામ નિર્ણયો સર્વસંમતિ અને નિયમો અનુસાર લેવાયા હોવાની સ્પષ્ટતા કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, વિપક્ષ લાંબા સમયથી ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલો ઉઠાવી રહૃાો હતો અને હવે પંચની અંદૃરથી જ તેની પુષ્ટિ થઈ ગઈ છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એ સોશિયલ મીડિયા પર પ્રહાર કરતાં જણાવ્યું કે મતની ચોરી એ દૃેશના નાગરિકો સામેનો ગુનો અને બંધારણ પર સીધો હુમલો છે. તેમણે મ્ત્નઁ, ઇજીજી અને ચૂંટણી પંચ પર મત ચોરી કરીને દૃેશદ્રોહનું કામ કરવાનો આરોપ લગાવ્યો અને કહૃાું કે ન્યાય જરૂર થશે.
ચૂંટણી પંચમાં નિયુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાં પણ મતભેદ
સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે મહત્ત્વપૂર્ણ આદૃેશ આપ્યો છે. આ આદૃેશમાં બે જજોનો અભિપ્રાય અલગ-અલગ રહૃાો હતો. હવે ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદૃા અંગેનો નિર્ણય મોટી બેન્ચ કરશે. મામલાને મોટી બેન્ચ સમક્ષ મોકલવા મુદ્દે જસ્ટિસ દૃત્તા અને જસ્ટિસ શર્મા એકમત નથી. હવે સુપ્રીમ કોર્ટની ૩ જજોની બેન્ચ એ નક્કી કરશે કે આ કેસની સુનાવણી ૫ જજોની બંધારણીય બેન્ચ કરે કે નહીં. આ મામલો બંધારણીય બેન્ચ પાસે મોકલાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ વહેંચાયેલો આદૃેશ ઝ્રઈઝ્ર (મુખ્ય ચૂંટણી કમિશનર) અને ઈઝ્રજ (ચૂંટણી કમિશનરો) કાયદૃાની કાયદૃેસરતાને પડકારતી અરજીઓ પર સંભળાવ્યો છે.
જસ્ટિસ શર્માએ જસ્ટિસ દૃત્તાના વિચારો સાથે અસહમતિ દૃર્શાવી. તેમણે કહૃાું કે, આ કેસમાં કાયદૃાનો એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્ન સંકળાયેલો છે, જેનો નિર્ણય મોટી બેન્ચે જ કરવો જોઈએ. મતભેદૃના કારણે બેન્ચે આદૃેશ આપ્યો કે આ મામલો દૃેશના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોકલવામાં આવે. તેઓ નક્કી કરશે કે બંધારણીય બેન્ચ બનાવીને આ કાયદૃાની માન્યતા અંગે નિર્ણય લેવો કે નહીં. જસ્ટિસ દૃત્તાએ નોંધ્યું કે ચૂંટણી પંચ માત્ર સ્વતંત્ર હોવું પૂરતું નથી, પરંતુ તે સ્વતંત્ર દૃેખાવું પણ જોઈએ.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન દ્વારા નિયુક્ત મંત્રી પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તેઓ વડાપ્રધાન વિરુદ્ધ જાય, કારણ કે સામૂહિક જવાબદૃારીનો સિદ્ધાંત તેમને અટકાવે છે.
