બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધી રહૃાું છે

બંગાળી ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થઇ આગળ ઓડિશા અને આંધ્રના દૃરિયાકાંઠા તરફ આગળ વધતા આ બંન્ો રાજયો ઉપરાંત ત્ોલંગાણાના વિસ્તારોમાં ત્ોજ પવન સાથે ભારે વરસાદૃ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ઓડિશા-આંધ્રપ્રદૃેશના દૃરિયાકાંઠા તરફ આગળ વધ્યુ

ડીપ ડિપ્રેશનની અસરને પગલે ઓડિશાના દૃક્ષિણ અને દૃરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદૃ વરસી રહૃાો છે

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન હવે ઓડિશા-આંધ્રપ્રદૃેશના દૃરિયાકાંઠા તરફ આગળ વધી રહૃાું છે. આ હવામાન પ્રણાલીને કારણે પૂર્વ, મધ્ય અને દૃક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદૃની ગતિવિધિ વધી છે. હવામાન વિભાગે ઓડિશા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદૃની ચેતવણી આપી છે.
ડીપ ડિપ્રેશનની અસરને પગલે ઓડિશાના દૃક્ષિણ અને દૃરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદૃ વરસી રહૃાો છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ જાહેર કરી છે. ભારે વરસાદૃના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાને પગલે વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ઓડિશા સરકારે ૩૩ ંર્ડ્ઢઇછહ્લ ટીમોને તૈનાત અથવા રિઝર્વમાં રાખી છે. તેમાંથી ૨૪ ટીમોને સંવેદૃનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, જ્યારે ૯ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. ગંજામ અને કોરાપુટમાં ૬-૬ ટીમો સહિત અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ ટીમોની તૈનાતી કરવામાં આવી છે.
ભારે વરસાદૃની આગાહીને પગલે ઓડિશાના સંવેદૃનશીલ વિસ્તારોમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર, ગંજામ, ગજપતિ અને ખુર્દૃા સહિતના જિલ્લાઓમાં ૨૪ સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી કર્મચારીઓની રજાઓ રદૃ કરવામાં આવી છે અને તંત્રને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. પૂર કે અન્ય આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે શેલ્ટરો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૨૪ સપ્ટેમ્બરે દૃક્ષિણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદૃ સાથે ભારે પવનની શક્યતા છે. આ હવામાન પ્રણાલી ઉત્તર આંધ્રપ્રદૃેશ અને દૃક્ષિણ ઓડિશાના કિનારા વચ્ચે પસાર થવાની સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ