આક્રમક વેચવાલી નીકળતા શેરબજારમાં કોહરામ
અમેરિકી યીલ્ડ ૧૯ વર્ષની ઉંચાઈએ પહોંચતા ઉપરાંત ક્રુડ ત્ોલમાં ત્ોજી સહિતના ન્ોગ્ોટીવ કારણોન્ો લઇ બજારમાં ગભરાટ:નિટીમાં ૩૮૦ પોઈન્ટનો ઘટાડો:એનએસઈનો શેર ૧૭૮૫ સામે ૧૮૦૦માં જ લિસ્ટેડ થતા રોકાણકારોમાં નારાજગી
શેરબજાર છેલ્લા કેટલાંક દિવસોથી તેજી-મંદીના અનિશ્ર્ચિત માહોલમાં રહ્યા બાદ આજે એકાએક આક્રમક વેચવાલીનો મારો નિકળતા ધસી પડ્યું હતું. સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો સર્જાયો હતો. ઇન્વેસ્ટરોના કરોડો રૂપિયા ડુબી ગયા હતા.શેરબજારમાં આજે શરૂઆત જ ગેપડાઉન રહી હતી. ક્રૂડતેલમાં ફરી તેજી, મધ્ય પૂર્વનું ટેન્શન સહિતના કારણોએ ગભરાટ સર્જ્યો હતો. ગભરાટભરી વેચવાલીથી માનસ વધુને વધુ નબળુ પડવા લાગ્યું હતું. પાંચ પરિબળોએ ભાગ ભજવ્યો હતો. અમેરિકી બોન્ડ પીલ્ડ વધીને 19 વર્ષની ઉંચાઇએ પહોંચતા ગભરાટ સર્જાયો હતો. આ સિવાય ક્રૂડતેલમાં ફરી જોરદાર તેજી, વિશ્ર્વ બજારોના નેગેટીવ રીપોર્ટ, ડોલર સામે રુપિયાની નબળાઇ તથા ઇન્સ્પોરન્સ નીતિ વિશે ભારતીય એજન્સીના નવા પ્રસ્તાવ જેવા કારણોથી માનસ વધુ ખરાબ થયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કેટલાંક વખતથી માર્કેટને અનિશ્ર્ચિતતા ઘેરી રહી છે. દરેક ઉછાળે વેચવાલી આવી જતી હતી. આજે એકાએક વેચવાલીનો મારો નીકળ્યો હતો અને મોટાભાગના શેરો ગગડ્યા હતા. હજુ ટ્રેન્ડ અસ્પષ્ટ જ હતું.
શેરબજારમાં આજે મંદી બજારે પણ એમસીએક્સ, મેનકાઇન્ડ ફાર્મા, લોરસ લેબ, અરવિંદો ફાર્મા, હીરો મોટર્સ જેવા શેરોમાં સુધારો હતો. જ્યારે મેક્સ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, ીએસઇ, રીલાયન્સ, સ્ટેટ ેંક, વોડાફોન, સુઝલોન, યસ બેંક, ડીવીઝ લેબ, ઇરકોન ઇન્ટરનેશનલ, પતંજલી, ટાટા કેપીટલ જેવા શેરોમાં ઘટાડો હતો. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1202 પોઇન્ટના ઘટાડાથી 73625 હતો તે ઉંચામાં 74362 તથા નીચામાં 73582 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 380 પોઇન્ટના કડાકાથી 23066 હતો તે ઉંચામાં 23281 તથા નીચામાં 23048 હતો.
ક્રુડ ત્ોલ ફરી ૧૦૬ ડોલર: સોના-ચાંદૃી વધુ ગગડ્યા
હાજર સોનામાં 1પ00 તથા ચાંદીમાં પ100 તુટયા : રૂપિયો 1પ પૈસા વધુ ગગડયો
શેરબજારમાં કડાકા વચ્ચે સોના-ચાંદીમાં પણ વધુ ગાબડા પડયા હતા ત્યારે ક્રુડ તેલમાં તેજી થઇ હતી. ડોલર સામે રૂપિયો પટકાયો હતો.
સોના-ચાંદીમાં મંદીનો દૌર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે ભાવ વધુ તુટયા હતા. વૈશ્ર્વિક સંકટના કારણે માર્કેટ પર અસર હતી. વિશ્ર્વ બજારમાં સોનુ 4300 ડોલરની નીચે સરકી ગયું હતું અને 4ર67 ડોલર સાંપડયુ હતું. લોકલ વાયદામાં સોનુ 770 રૂપિયા ઘટીને 1,પ0,પ00 હતું જયારે હાજર સોનુ 1પ00 રૂપિયા ઘટીને 1,પપ,ર00 હતું. ચાંદી વાયદામાં ર600 રૂપિયા ઘટીને ર,33,ર60 હતી જયારે હાજર ચાંદી પ100 ઘટીને ર,3પ,400 હતી.
બીજી તરફ ક્રુડ તેલમાં બે દિવસ ભાવ દબાયેલા રહ્યા બાદ આજે ફરી જોરદાર તેજી થઇ હતી. ડબલ્યુટીઆઇ ક્રુડ 94.33 ડોલર સાંપડયુ હતું જયારે બ્રેન્ટ ક્રુડ 106 ડોલર હતું. કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો વધુ 15 પૈસા તુટયો હતો અને 9પ.94 સાંપડયો હતો.
