બાંગાળની ખાડીમાં સર્જાયેલું લોપ્રેશર વાવાઝોડા ‘અનંબમાં પરિવર્તિત થઇન્ો આંધ્ર પ્રદૃેશના દૃરિયાકાંઠે ત્રાટકતા ત્ોની અસરથી આંધ્રપ્રદૃેશ, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પવનના તોફાન સાથે ભારે વરસાદૃ પડતા ઓડિશામાં અન્ોક પુલ તણાઇ ગયા છે ૫૦૦ લોકોન્ો સુરક્ષિત સ્થળે ખસ્ોડાયા છે. પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં ભારે વરસાદૃના કારણે જળબંબાકાર સર્જાયેલ સ્થાનિક બજારમાંથી લોકો પસાર થઇ રહૃાા છે.
૫૦૦૦ લોકોનું સ્થળાંતર, ૧૦ રાજ્યોમાં ઍલર્ટ
બંગાળની ખાડીમાં રચાયેલ ડીપ ડિપ્રેશન આંધ્રપ્રદૃેશ અને ઓડિશાના દૃરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ્યું છે
બંગાળની ખાડીમાં સર્જાયેલું ભારે દૃબાણ (ડીપ ડિપ્રેશન) આખરે ઉત્તર આંધ્રપ્રદૃેશ અને દૃક્ષિણ ઓડિશાના દૃરિયાકાંઠાના વિસ્તારો સાથે અથડાયું છે. આ સાથે ઓડિશા અન્ો આંધ્રમાં અતિ ભારે વરસાદૃના કારણે પાં જેટલા પુલ તણાઈ ગયા છે.હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કિનારા સાથે અથડાયા પછી પણ આ સિસ્ટમ આગામી ૧૨ કલાક સુધી તેની પૂરી તાકાત જાળવી રાખશે. આ પછી, તે ઉત્તર-ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળી પડશે.
ઓડિશા અને આંધ્રપ્રદૃેશના સંવેદૃનશીલ જિલ્લાઓમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોરાપુટ, મલકાનગિરી, કાલહંડી અને નવરંગપુરમાં અત્યંત ભારે વરસાદૃ, શક્તિશાળી પવનો અને અચાનક પૂર (લેશ લડ)ના ખતરાને જોતાં રાહત અને બચાવ ટીમો એલર્ટ મોડ પર છે. આંધ્રપ્રદૃેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ બેઠક યોજીને નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને શાળાઓને તાત્કાલિક બંધ કરવાનો આદૃેશ આપ્યો છે.
હવામાન વિભાગે દૃરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. ઓડિશા અને આંધ્રપ્રદૃેશ બંને રાજ્ય સરકારોએ પૂર અને જળભરાવની સ્થિતિને પહોંચી વળવા માટે પૂરી તાકાત લગાવી દૃીધી છે. સંવેદૃનશીલ વિસ્તારોમાંથી ગ્રામજનોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ઓરેંજ ઍલર્ટ: બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદૃનું જોખમ હોવાથી ઓરેંજ ઍલર્ટ જાહેર કરાયું છે.
યલો ઍલર્ટ: ઉત્તર પ્રદૃેશ, મધ્ય પ્રદૃેશ, આસામ, મેઘાલય અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદૃ અથવા સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
