Jai Hind

યમુના એક્સપ્રેસ વે પર દૃોડતી બસમાં ભીષણ આગ, ૯ના મોત

ઉત્તર પ્રદૃેશના ગ્રેટર નોઈડામાં જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસવે પર મોટો અકસ્માત થયો છે. અહીં દૃોડતી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી.
બસમાં આશરે ૪૦થી ૫૦ મુસાફરો સવાર હતા. જીવ બચાવવા માટે કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદૃકો માર્યો હતો. આ દૃુર્ઘટનામાં ૯ લોકોનાં મોત થયા છે. નોઈડા પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.આ અકસ્માત યમુના એક્સપ્રેસવે પર જેવર વિસ્તારમાં દૃયાનતપુર ગામ નજીક થયો હતો. બસ ગ્રેટર નોઈડાથી આગ્રા તરફ જઈ રહી હતી. આ દૃરમિયાન બસમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગે આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
પ્રારંભિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે આગની જાણ થતાં જ ડ્રાઈવરે બસને રસ્તાની બાજુમાં ઊભી રાખી હતી અને ઘણા મુસાફરો બહાર નીકળી ગયા હતા. પોલીસના પ્રાથમિક અહેવાલમાં પણ મુસાફરોએ બસમાંથી કૂદૃીને પોતાનો જીવ બચાવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. જોકે, નોઈડા પોલીસ પાસેથી મળેલી તાજી માહિતી અનુસાર આ અગ્નિકાંડમાં ૯ મુસાફરોનાં મોત થયા છે.
આ દૃુર્ઘટનામાં પર રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પીએમએનઆરએફમાંથી મૃતકોના પરિજનોને બે-બે લાખ અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે પણ સહાયની જાહેરાત કરી છે અને પીડિતોને પૂરતી મદૃદૃની અધિકારીઓને સૂચના આપી છે.