પીએમ મોદૃીએ સેવા સંકલ્પ અભિયાનના સેવા યાત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ વાતચીત કરી છે. આજે આપેલા પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, આપણું મુખ્ય કાર્ય માત્ર સેવા કરવાનું જ હોવું જોઈએ અને સેવા કરતાં-કરતાં જ સેવાભાવી સંદૃેશ આપવાનો છે, કોઈ ઉપદૃેશ આપવાનો નથી. આ દૃરમિયાન પીએમ મોદૃીએ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સેવા યાત્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી અને ખાસ સંદૃેશ આપ્યો હતો કે, આપણે ગમે તેટલા ઊંચા શિખર પર પહોંચી જઈએ, પરંતુ સેવાભાવથી ક્યારેય પીછેહઠ કરીશું નહીં. સેવા યાત્રીઓ સાથેની વાતચીતમાં પીએમએ જણાવ્યું હતું કે, આપણા દૃેશમાં પરંપરા છે કે જ્યારે કોઈ યાત્રા કરીને પરત આવે અને આપણે તેમને પ્રણામ કરીએ છીએ, ત્યારે યાત્રાનું જે પુણ્ય હોય છે તેનું અડધું પુણ્ય તે વ્યક્તિને મળે છે જે પ્રવાસીઓને પ્રણામ કરે છે. આથી મને પણ તમામ સેવા યાત્રીઓને પ્રણામ કરીને તેમનું અડધું પુણ્ય ચોરી લીધાની ભાવના આવી રહી છે. સ્વયંસેવકોને મારી એક જ અપીલ છે કે તમે તમારું પણ ધ્યાન રાખો અને સેવાના માર્ગથી ક્યારેય ન ભટકો.
આપણું આચરણ એવું હોવું જોઈએ કે ગમે તેટલી મોટી રાજકીય કે સામાજિક શક્તિ મળી જાય.
પરંતુ આપણો મુખ્ય માર્ગ હંમેશાં સેવા પરમો ધર્મ:(સેવા જ સૌથી મોટો ધર્મ છે)ના સિદ્ધાંત પર જ અડગ રહેવો જોઈએ. કાર્યક્રમ દૃરમિયાન વૃક્ષારોપણનો વિશેષ ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ એક સરળ અને અસરકારક ઉપાય શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ કોઈ છોડ અથવા વૃક્ષ વાવીએ, ત્યારે તેની પાસે પાણીથી ભરેલો એક માટીનો ઘડો મૂકી દૃેવો જોઈએ જેનું મોં ઉપરની તરફ હોય. મહિનામાં માત્ર એક જ વાર તે ઘડામાં પાણી ભરી દૃેવાથી છોડનો સારો એવો વિકાસ થાય છે. આ પદ્ધતિથી પાણીની પણ ભારે બચત થાય છે અને વધુમાં વધુ વૃક્ષો ઉગાડવામાં મોટી મદૃદૃ મળે છે.