સીઈસી સામે સંસદૃથી સડક સુધી વિપક્ષોની આંદૃોલનની ત્ૌયારી વચ્ચે
સીઇસીનો યુપી પ્રવાસ રદૃ:જ્ઞાન્ોશકુમાર સામે દૃેશભરમાં કોંગ્રેસનું હલ્લાબોલ: બીજી ઓક્ટોબરે મુંબઈથી સીજેપી દૃેશવ્યાપી આંદૃોલન શરૂ કરશે
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કથિત એકતરફી નિર્ણયો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દૃાખલ કરવામાં આવી છે. તેમાં વિવાદૃ વાળા તમામ નિર્ણયોને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી નામના વકીલ તરફથી દૃાખલ અરજીમાં જ્ઞાનેશ કુમાર સહિત બીજા અધિકારીઓ પર યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.
અરજીમાં વિનંતી કરવામાં આવી છે, સત્તાવાર ફરજોનું જાણીજોઈને ઉલ્લંઘન કરવાના દૃોષી મળી આવેલા તમામ અધિકારીઓ સામે જન પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ ની કલમ ૩૨ હેઠળ ફરિયાદૃો નોંધો અને કેસ શરૂ કરો. અરજીકર્તાએ સ્વતંત્ર ન્યાયિક તપાસ પંચ અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાની માગ કરી છે. આ તપાસ ટીમની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરે અને જેમાં સાયબર સિક્યોરિટી અને ્ંૈ એક્સપર્ટ્સ પણ સામેલ હોય.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમને પદૃ પરથી હટાવવાની માગ સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો દૃેશવ્યાપી વિરોધ પ્રદૃર્શન કરી રહૃાા છે.
શુક્રવારે અસમથી લઈને ચંદૃીગઢ, પટના અને દિૃલ્હી સુધી ઉગ્ર દૃેખાવો જોવા મળ્યા હતા, જેમાં અસમ કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક અગ્રણી નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને કેટલાક સ્થળોએ પ્રદૃર્શનકારીઓને વિખેરવા પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ગુવાહાટીમાં વિરોધ પ્રદૃર્શનનું નેતૃત્વ કરી રહેલા અસમ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈ અને અન્ય વરિષ્ઠ પક્ષીય નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. મધ્ય પ્રદૃેશ, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ બંગાળ તેમજ પુડુચેરી જેવા રાજ્યોમાં પણ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે જોરદૃાર દૃેખાવો કર્યા હતા. વિવાદૃની શરૂઆત એક મીડિયા રિપોર્ટ બાદૃ થઈ છે, જેમાં દૃાવો કરવામાં આવ્યો હતો કે, ચૂંટણી કમિશનર સુખબીર િંસહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૪ વખત જીૈંઇ પ્રક્રિયા સાથે જોડાયેલા નિર્ણયો પર ગંભીર આપત્તિઓ નોંધી હતી. આ વાંધાઓમાં મતદૃાર નોંધણી, નામો ઉમેરવા કે રદૃ કરવા અને ડેટાબેઝ સુધી પહોંચ જેવા સંવેદૃનશીલ મુદ્દાઓ સામેલ હતા.
કોકરોચ જનતા પાર્ટી ના સંયોજક અભિજીત દૃીપકે જાહેરાત કરી છે.
જો જ્ઞાનેશ કુમાર કાલ સુધી રાજીનામું નહીં આપો, તો ઝ્રત્નઁ ૨ ઓક્ટોબરે મુંબઈથી પોતાનું દૃેશવ્યાપી વિરોધ પ્રદૃર્શન શરૂ કરશે. તેને ભારતભરના શહેરો સુધી લઈ જવામાં આવશે. આ ગાંધી જયંતી પર ચાલો લોકતંત્રને બચાવવાનો સંકલ્પ લઈએ.
આ પહેલા અભિજીત દૃીપકે અને તેમના સહયોગી સૌરવ દૃાસ અને આશુતોષ રાંકાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહૃાું, અમે ૩ માગણીઓ મૂકી રહૃાા છીએ. પહેલું- જ્ઞાનેશ કુમારનું રાજીનામું થાય અને તેમની સામે ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવે. બીજું- જીૈંઇ પર રોક લાગે અને જાન્યુઆરી ૨૦૨૫ ની વોટર લિસ્ટને પુન:સ્થાપિત કરવામાં આવે. ૨૦૨૩ ના કાયદૃાને રદૃ કરવામાં આવે અને ચૂંટણી પંચમાં સુધારો થાય.
જ્ઞાન્ોશકુમારની સામે હવે એનડીએમાંથી સવાલ ઉઠ્યા
લોજપાના ચિરાગ પાસવાન અન્ો આરએલએમના ચીફ કુશવાહ મેદૃાન્ો
સ્પૅશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) અંગેના એક મીડિયા રિપોર્ટ બાદૃ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિવાદૃો ઘેરા બન્યા છે, જેના પગલે સત્તાારૂઢ દ્ગડ્ઢછ ગઠબંધનના સાથી પક્ષો દ્વારા કમિશનર પાસે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
જ્યારે વિપક્ષ દ્વારા તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ સમગ્ર મામલાને ગંભીર િંચતાનો વિષય ગણાવ્યો હતો. ચૂંટણી પંચને જનતા સમક્ષ પોતાનો પક્ષ મજબૂતાઈથી મૂકવા આહ્વાન કર્યું હતું.
એનડીએના બીજા સાથી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચા (આરએલપી) ના અધ્યક્ષ અન્ો સાંસદૃ ઉપ્ોન્દ્ર કુશવાહે પણ કહૃાું છે કે આ મામલે તુરંત સ્પષ્ટીકરણ થવું જોઈએ. આ વિવાદૃન્ો લઇન્ો દૃેશની જનતામાં ભારે મુંઝવણી સ્થિતિ સર્જાઈ છે ત્ો દૃૂર કરવા માટે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ.
