આઇટીબીના ૨૩ જવાનોએ માઉન્ટ ગેમિન પર સફળ આરોહણ કર્યુ

આઇટીબીપી (ઇન્ડો ટિબ્ોટ બોર્ડર પોલીસ)ના ઉપકમાન્ડર પરીક્ષિત શાહના ન્ોત્ાૃત્વમાં ૨૩ જવાનોએ ઉતરાખંડમાં ભારત-ટિબ્ોટ બોર્ડર સ્થિત જાસ્કર પર્વતમાળાના છેડે ૨૪૦૦૦ ફૂટની ઉંચાઇ ધરાવતા માઉન્ટ ગ્ોમીનના શિખર પર આરોહણ કરી મોટી સફળતા મેળવી હતી. તસ્વીરમાં જવાનો ગ્ોબીન શિખર પર તિરંગો લહેરાવી રહૃાા છે.

૨૪૦૦૦ ફૂટની ઉંચાઈએ પહોંચી તિરંગો લહેરાવ્યો

નવી દિૃલ્હી: ઉત્તરાખંડમાં ભારત-તિબેટ સરહદૃ પર સ્થિત ૭,૩૫૫ (૨૪,૧૩૧ ફૂટ) ઊંચા પડકારજનક માઉન્ટ એબી ગામિન પર સફળતાપૂર્વક ચઢાણ કરીને ભારત-તિબેટ બોર્ડર પોલીસના ત્રેવીસ જવાનોએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
૧૬ સપ્ટેમ્બરના રોજ, સૈનિકોએ ભારે ઠંડી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરીને આ દૃુર્ગમ શિખર પર ત્રિરંગો ફરકાવ્યો.
ઝુંબેશની શરૂઆત અને પડકારોને જોતા આ ઐતિહાસિક ચઢાણ ફોર્સ લેવલ માઉન્ટેનિયિંરગ એક્સપિડિશન ૨૦૨૬નો ભાગ હતો. આ ટીમનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડન્ટ પરીક્ષિત શાહ કરી રહૃાા હતા.આઇટીબીપીના ડિરેક્ટર જનરલ શત્રુજીત કપૂરે ૭ ઓગસ્ટના રોજ નવી દિૃલ્હી સ્થિત આઇટીપીબી હેડક્વાર્ટરથી આ અભિયાનને લીલી ઝંડી આપી હતી.
૭,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા આ શિખર પર પહોંચવું એક જટિલ અને સાહસિક કાર્ય હતું. આ અભિયાન દૃરમિયાન, સૈનિકોએ અત્યંત પાતળી હવા, ઓક્સિજનની તીવ્ર અછત, ઠંડક, વિશાળ હિમનદૃીઓ અને ખતરનાક હવામાન ફેરફારોનો સામનો કરવો પડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ