આંધ્ર, ઝારખંડ, બંગાળ, ઓડિશા સહિત રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદૃની સંભાવના
ચોમાસાની વિદૃાય સાથે જ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે અર્નબ વાવાઝોડું મજબૂત બન્યું છે અને તેની અસર દૃેશના ઘણા બધા રાજ્યોમાં જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દિૃલ્હી બિહાર ઉત્તરપ્રદૃેશ રાજસ્થાન અને પંજાબ સહિતના રાજ્યોમાં વરસાદૃ નોંધાઈ રહૃાો છે. આ સાથે જ હવામાન વિભાગ એ શુક્રવારે પણ ૨૧ રાજ્યોમાં વરસાદૃ, તેજ પવન ફૂંકાવાને લઈને એલર્ટ જારી કર્યું છે.
અર્નબ વાવાઝોડાની અસરના કારણે દૃેશના કેટલાક રાજ્યોમાં શુક્રવાર અને ૨૫ સપ્ટેમ્બરે વરસાદૃ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપી, દિૃલ્હી, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડ, મધ્યપ્રદૃેશ, બંગાળ અને છત્તીસગઢમાં આજે વરસાદૃ થાય તેવી પ્રબળ સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અર્નબ વાવાઝોડાની અસરના કારણે કેટલાક રાજ્યોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. આંધ્રપ્રદૃેશ, ઓરિસ્સા, પશ્ર્ચિમ બંગાળ અને ઝારખંડમાં ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દૃરિયાથી દૃૂર રહેવાની સલાહ આપી છે. આ સાથે જ ઓરિસ્સાના નીચાણવાળા વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડ નું જોખમ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે જેના કારણે ૮,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી ૩ દિૃવસ માટે ઉત્તર પ્રદૃેશના ઘણા બધા જિલ્લામાં ભારે વરસાદૃ થાય તેવી આગાહી
કરી છે.
બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનના કારણે વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. જેના કારણે ઓરિસ્સા સહિત આંધ્રપ્રદૃેશ પછી યુપીમાં પણ વરસાદૃી વાતાવરણ સર્જાઈ શકે છે. યુપીમાં ૨૩ જેટલા માટે હવામાન વિભાગે ભારે વરસાદૃનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે ઉત્તર પ્રદૃેશમાં ભારે વરસાદૃ થઈ શકે છે.
હવામાન વિભાગ એ પર્વતીય વિસ્તારોમાં પણ ભારે વરસાદૃ અને તેજ હવા ફૂંકાવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિૃવસ દૃરમિયાન નૈનીતાલ, બાગેશ્ર્વર, ચંપાવત, ઋષિકેષ, ચમોલી સહિતના પર્વતીય વિસ્તારોમાં પણ ભારે વરસાદૃ અને આંધી ફૂંકાય તેવી શક્યતા છે.
હિમાચલ પ્રદૃેશમાં કાંગડા, મંડી, ચંબા અને બિલાસપુરમાં પણ વરસાદૃ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
