કેન્દ્ર સરકારે કાયદૃો-વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ સમગ્ર મણિપુર ૬ મહિના માટે ‘અશાંત વિસ્તાર જાહેર કરાયુ

કેન્દ્ર સરકારે મણિપુરમાં સશસ્ત્ર દૃળો માટે વિશેષ સત્તા અધિનિયમ, ૧૯૫૮ હેઠળ ‘અશાંત વિસ્તારની સ્થિતિ વધુ ૬ મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયની ૨૩ માર્ચ ૨૦૨૬ની સૂચના મુજબ આ નિર્ણય ૧ એપ્રિલ ૨૦૨૬થી ૬ મહિના માટે લાગુ કરવામાં આવ્યો હતો. હવે આગામી સમયગાળા માટે પણ આ સ્થિતિ યથાવત રાખવામાં આવી છે.
અધિનિયમની કલમ ૩ હેઠળ કેન્દ્ર સરકારને મળેલી સત્તાનો ઉપયોગ કરીને મણિપુરના મોટાભાગના વિસ્તારોને ‘અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જોકે ૫ જિલ્લાઓના ૧૩ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારોને આ જાહેરાતમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
બાકાત રાખવામાં આવેલા ૧૩ પોલીસ સ્ટેશનમાં ઇમ્ફાલ પશ્ર્ચિમના ઇમ્ફાલ, લામ્ફેલ, સિટી, િંસગજામેઈ, પટસોઈ અને વાંગોઈ, ઇમ્ફાલ પૂર્વના પોરોમપત, હેઇંગાંગ અને ઇરીલબુંગ, થૌબલનું થૌબલ, બિષ્ણુપુરના બિષ્ણુપુર અને નામ્બોલ તથા કાકિંચગનું કાકિંચગ સામેલ છે.
સશસ્ત્ર દૃળો માટેના વિશેષ સત્તા અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા ‘અશાંત વિસ્તારમાં સશસ્ત્ર દૃળોને કાયદૃા મુજબ વિશેષ સત્તાઓ મળે છે. તેમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં વોરંટ વિના ધરપકડ અને તલાશી સહિતની સત્તાઓનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે મણિપુરની કાયદૃો અને વ્યવસ્થાની સ્થિતિની વધુ સમીક્ષા કર્યા બાદૃ આ નિર્ણય લીધો છે.

રિલેટેડ ન્યૂઝ