શાળાઓથી ૫૦ મીટરના વિસ્તારમાં હવે ચિપ્સ અને ઠંડા પીણાં વેચી શકાશે નહીં

૫૦ મીટરની ત્રિજ્યામાં HFSS ખોરાક પર નિયંત્રણ

શાળાની ઘંટડી વાગતા જ કેન્ટીનની બહાર ચિપ્સ, કુરકુરે, ઠંડા પીણાં, સમોસા અને બર્ગર ખરીદૃવા માટે બાળકોની ભીડ જોવા મળે છે. જોકે, બાળકોમાં વધતી સ્થૂળતા અને બિનઆરોગ્યપ્રદૃ ખાવાની આદૃતોને ધ્યાનમાં રાખીને શાળાઓની આસપાસનું આ શ્ય બદૃલાઈ શકે છે. ફૂડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા શાળાઓની આસપાસ એવા ખોરાકના વેચાણ અંગેના નિયંત્રણોને વધુ અસરકારક બનાવવાની દિૃશામાં કામ થઈ રહૃાું છે, જેમાં ચરબી, ખાંડ અને મીઠાનું પ્રમાણ વધુ હોય છે.

બાળકોમાં વધતી સ્થૂળતા અને બિનઆરોગ્યપ્રદૃ ખાવાની આદૃતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રસ્તાવિત કવાયતમાં શાળાઓની ૫૦ મીટરની ત્રિજ્યામાં હાઈ ફેટ, સોલ્ટ એન્ડ શુગર એટલે કે ૐહ્લજીજી શ્રેણીમાં આવતા ખોરાકના વેચાણ પર નિયંત્રણો કડક બનાવવાની વાત છે. તેમાં ચિપ્સ, ચોક્કસ પેકેજ્ડ નાસ્તા, ખાંડવાળા પીણાં, ચોકલેટ તેમજ વધુ મીઠું, ખાંડ કે ચરબી ધરાવતા અન્ય ઉત્પાદૃનોનો સમાવેશ થઈ શકે છે. જોકે, કયા ચોક્કસ ઉત્પાદૃન અથવા બ્રાન્ડ પર નિયંત્રણ લાગુ પડશે તે તેની પોષણ રચના અને લાગુ પડતા નિયમો આધારે નક્કી થશે. આ કવાયતનો હેતુ બાળકોને તમામ પ્રકારના ખોરાકથી દૃૂર રાખવાનો નથી, પરંતુ શાળાની આસપાસ વધુ પડતા ૐહ્લજીજી ખોરાકની સરળ ઉપલબ્ધતા ઘટાડવાનો છે. શાળાની નજીક મળતો નાસ્તો બાળકોની રોિંજદૃી ખાવાની આદૃતોનો ભાગ બની શકે છે. આવી સ્થિતિમાં શાળાની આસપાસનું ખોરાકનું વાતાવરણ બદૃલવાથી બાળકોને વધુ પૌષ્ટિક વિકલ્પો તરફ વાળવાનો પ્રયાસ થઈ શકે છે.
બાળકોમાં સ્થૂળતા વિશ્ર્વના અનેક દૃેશો માટે આરોગ્ય સંબંધિત પડકાર બની રહી છે. ભારતમાં પણ બદૃલાતી જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો અને વધુ કેલરીવાળા ખોરાકની સરળ ઉપલબ્ધતાને લઈને િંચતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હ્લજીજીછૈંની કવાયત માત્ર જંક ફૂડના વેચાણ પર નિયંત્રણ પૂરતી મર્યાદિૃત નથી. શાળાઓમાં સ્વસ્થ ખોરાક અંગે જાગૃતિ વધારવા અને બાળકોને પૌષ્ટિક વિકલ્પો ઉપલબ્ધ કરાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહૃાો છે.
જો શાળાઓની આસપાસ ૐહ્લજીજી ખોરાકના વેચાણ અંગે નિયંત્રણો વધુ કડક બને છે તો તેની અસર શાળાની કેન્ટીન, શેરી વિક્રેતાઓ અને નજીકની દૃુકાનો પર પડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ