ઓબીસી ક્રિમીલેયર નિશ્ર્ચિત કરવા બે વર્ષનો સમય માંગતુ કેન્દ્ર

ફકત માતા-પિતાની આવક જ નહી સામાજીક દરજજો પણ જોવો જરૂરી: સુપ્રીમ

સુપ્રીમના આદેશ બાદ સરકારે મુદત માંગી: ક્રિમીલેયરની નવી વ્યાખ્યાથી વહીવટીતંત્રમાં પ્રમોશન સીનીયોરિટીને વ્યાપક અસર થશે

કેન્દ્ર સરકારે ઓબીસી ક્રીમીલેયર મુદે સુપ્રીમકોર્ટના તા.11 માર્ચના આદેશને લાગુ કરવા માટે બે વર્ષનો સમય માંગ્યો છે. સર્વોચ્ચ અદાલતે ફકત છ માસમાં તેનો આ આદેશને લાગુ કરવા કેન્દ્રને જણાવ્યું હતું પરંતુ સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરી હતી કે પાછલી તારીખથી આ આદેશ લાગુ કરવાનો છે અને 2012થી નોકરી કરી રહેલા ઉમેદવારોની સેવા ઉપરાંત વર્તમાન આઈએએસ, આઈપીએસ અધિકારીઓની સીનીયોરિટી તથા પ્રમોશન ઉપર અસર થશે તેથી સરકારને સમગ્ર પ્રક્રિયા પુરી કરતા બે વર્ષનો સમય જોઈએ છે જેથી કોઈને ભેદભાવ ન થાય અને સમગ્ર કાર્યવાહી વ્યવસ્થિત રીતે લાગુ થઈ શકે છે. વાસ્તવમાં સુપ્રીમકોર્ટે 11 માર્ચના રોજ ઓબીસી ક્રિમીલેયર મુદે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે ઓબીસી ક્રિમીલેયરનો દરજજો ફકત માતા-પિતાના વેતન કે આવક આધારિત નિશ્ર્ચિત થઈ શકે નહી. પરંતુ માતા-પિતાની નોકરીના પદ અને સામાજીક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે અને આ વિવાદમાં છ માસમાં તે પરીસ્થિતિ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતને કેન્દ્ર સરકારે જણાવ્યું કે ક્રિમીલેયર અંગે નવી નીતિ બનાવવા માટે અને કોણ ક્રિમીલેયર તે નિશ્ર્ચિત કરવા માટે પુરતો સમય જરૂરી છે. જેથી કોઈ સાથે ભેદભાવ સર્જાઈ નહી. કેન્દ્રએ એ પણ કહ્યું કે આ નિર્ણયની અસર વ્યાપક હશે તેથી તેના વહીવટી અને કાનુની પાસાની પણ વિચારણા જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ