અંગત અદૃાવતમાં કાનપુરમાં ધીંગાણું ગણેશ વિસર્જન માટે જતા શ્રદ્ધાળુઓને ઘેરી ફાયિંરગ અને બોમ્બમારો કરાયો

ઉત્તર પ્રદૃેશના કાનપુર શહેરના ફત્તેપુર ગામ પાસેથી પસાર થઈ રહેલી ગણેશ વિસર્જન યાત્રા પર અચાનક કેટલાક તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આ હુમલા દૃરમિયાન બે ડઝન જેટલા અસામાજિક તત્વોએ યાત્રાને ઘેરીને ધડાધડ ફટાકડાના બોમ્બ ફેંકવાની સાથે સાથે તોડફોડ શરૂ કરી હતી. જેના કારણે રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. અનેક યુવકો નીચે પટકાયા હતા. આ િંહસામાં એક મહિલા સહિત ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે બાઈકોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દૃોડી આવ્યો હતો. હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, હનમંત વિહારના ગલ્લા મંડી કેડીએ કોલોનીના રહેવાસી અર્પિત શુક્લાએ ઘરમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી હતી અને ગુરુવારે સાંજે તેઓ પોતાના મિત્રો સાથે બાઈક પર સવાર થઈને નહેર તરફ વિસર્જન માટે નીકળ્યા હતા. ડીજે અને વાજતે-ગાજતે આગળ વધી રહેલી આ યાત્રા જ્યારે ફત્તેપુર ગામ પાસે પહોંચી ત્યારે અગાઉથી જ હુમલાની ફિરાકમાં બેઠેલા શખ્સોએ સૌથી આગળ ચાલી રહેલા મૂર્તિવાળા ટ્રેક્ટરને અટકાવ્યું હતું. ત્યારબાદૃ આશરે બે ડઝન લોકોએ યાત્રાને ઘેરી લીધી હતી અને અચાનક ફટાકડાના બોમ્બથી ધડાકા કરતા ભયનો માહોલ સર્જાયો હતો.

રિલેટેડ ન્યૂઝ