કેદૃારનાથમાં વધતી ભીડ સાથે ૫ મહિનામાં ૫૦ ટનથી વધુ કચરો ફેલાયો

એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ વચ્ચે કેદૃારનાથ ધામમાંથી ૫૦.૩૦ મેટ્રિક ટન કચરો બહાર આવ્યો છે. આ આંકડો પાછલા વર્ષની આખી ટૂરિસ્ટ સીઝન દૃરમિયાન નીકળેલા કચરા કરતા અઢી ગણાથી પણ વધુ છે. નગર પંચાયતના આંકડાઓ અનુસાર, પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે પ્લાસ્ટિક કચરાનું દૃબાણ પણ ખૂબ વધી ગયું છે, જેના કારણે લેન્ડફિલની મર્યાદિૃત ક્ષમતા વચ્ચે પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થઈ રહૃાું છે.

પ્લાસ્ટિક કચરાનું દૃબાણ પણ ખૂબ વધી ગયું છે, જેના કારણે લેન્ડફિલની મર્યાદિૃત ક્ષમતા વચ્ચે પર્યાવરણ સામે મોટું જોખમ

કેદૃારનાથ ધામમાં વધી રહેલા કચરાના આંકડાઓએ િંચતા વધારી દૃીધી છે. નોઈડાના આરટીઆઈ કાર્યકર્તા અમિત ગુપ્તા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નગર પંચાયતે આ ચોંકાવનારી વિગતો આપી છે. આ ખુલાસા બાદૃ કેદૃારનાથની સફાઈ વ્યવસ્થા અને હિમાલયી પર્યાવરણને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
વર્ષ ૨૦૨૬નો આ કચરો ૨૦૨૩ કરતા આશરે ૫૪ ટકા, ૨૦૨૪ કરતા ૯૩ ટકા અને ૨૦૨૫ કરતા લગભગ ૧૩૫ ટકા વધારે છે. જો મહિના અનુસાર નજર કરીએ તો, એપ્રિલમાં ૧.૭ મેટ્રિક ટન, મે મહિનામાં સૌથી વધુ ૧૬.૩ મેટ્રિક ટન, જૂનમાં ૧૧.૫ મેટ્રિક ટન, જુલાઈમાં ૧૦.૫ મેટ્રિક ટન અને ઓગસ્ટમાં ૧૦.૩ મેટ્રિક ટન કચરો નોંધાયો હતો.
નગર પંચાયતના ડેટા મુજબ, ૨૦૨૬માં અત્યાર સુધીમાં આશરે ૨૦ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો નીકળ્યો છે, જેમાંથી ૧૮.૫ મેટ્રિક ટન (૯૨.૫%) પ્રોસેસ કરી દૃેવામાં આવ્યો છે અને ૧.૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક હજુ બાકી છે. પહાડી પ્રદૃેશોમાં પ્લાસ્ટિકનો નિકાલ કરવો અત્યંત મુશ્કેલ હોય છે. કેદૃારનાથમાં લેન્ડફિલની કુલ ક્ષમતા ૩૦,૦૦૦ ચોરસ ફૂટ છે, જેમાંથી હાલ ૨૮,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા ખાલી છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાર લેન્ડફિલ બનાવવામાં આવ્યા છે, છતાં વધતો કચરો પર્યાવરણ માટે ખતરો બની રહૃાો છે.
આશરે ૧૫ લાખ શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં કેદૃારનાથ પહોંચી ચૂક્યા છે.

રિલેટેડ ન્યૂઝ