દક્ષિણ આફ્રિકામાં બે શહેરોમાં અંધાધૂંધ ગોળીબાર:કુલ ૩૭ના મોત

જ્હોનિસબર્ગ નજીક બારમાં લાશોના ઢગલા

દૃક્ષિણ આફ્રિકાના બ્ો શહેરોમાં ગોળીબારની ઘટનાઓમાં કુલ ૩૭ લોકોના મોત થયા હતા જેમાં જ્હોનીસબર્ગ નજીક વેડેલા ટાઉનશિપના બારમા એકે ૪૭થી થયેલા ગોળીબારમાં ૧૭ લોકોના મોત થયા હતા. હુમલાખોરોએ સળગાવી દૃીધેલા વાહનો પાસ્ો લોકો ટોળે વળીન્ો ઉભેલા છે.

દૃક્ષિણ આફ્રિકામાં બ્ો શહેરોમાં ભયાનક અંધાધૂંધ ગોળીબારની બ્ો ઘટનાઓમાં કુલ ૩૭ લોકોના મોત થયા હતા. સમગ્ર દૃેશ સ્તબ્ધ થઈ ગયો છે. દૃેશના બે મુખ્ય શહેરો નજીક થયેલા આ ભીષણ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૨૭ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે જોહાનિસબર્ગના દૃક્ષિણ-પશ્ર્ચિમમાં આવેલી ’વેડેલા ટાઉનશિપ’ના એક બારમાં લોકો સંગીતના તાલ પર નૃત્ય કરી રહૃાા હતા અને ડ્રિંક્સ માણી રહૃાા હતા. તે જ સમયે છ-૪૭ રાઇફલ અને પિસ્તોલ જેવા આધુનિક શસ્ત્રોથી સજ્જ અજ્ઞાત હુમલાખોરો ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દૃીધો હતો. આ ઘટનામાં ૧૭ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીઓનો અવાજ ગૂંજતાં જ લાશોના ઢગલા થઈ ગયેલા જોવા મળે છે. બીજી લોહિયાળ ઘટના રવિવારે વહેલી સવારે આશરે ૧ વાગ્યે કેપ ટાઉન નજીક આવેલા ’લવાંડલે’ વિસ્તારમાં બની હતી. અહીં એક સ્ટોર પર ત્રાટકેલા હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાઇિંરગમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિૃવસો પહેલા જ પૂર્વ કિનારે આવેલા ડરબન શહેર નજીક એક હાઉસ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં સગર્ભા મહિલા સહિત ૧૧ લોકોના મોત થયા હતા. સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસે જણાવ્યા મુજબ, હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
બંને બનાવોમાં મલ્ટિપલ શૂટર્સ (એકથી વધુ હુમલાખોરો) સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

રિલેટેડ ન્યૂઝ