ચોમાસાની વિદૃાય ટાણે વાવાઝોડા ‘અર્નબનું તાંડવ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદૃારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થયું છે. તેના કારણે આશરે ૪ હજાર શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. પહાડ પરથી સતત ભૂસ્ખલન થઈ રહૃાું છે, જેના કારણે માર્ગ ખોલવામાં મુશ્કેલી આવી રહી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આજે કેદૃારનાથ યાત્રા પર રોક લગાવી દૃેવામાં આવી છે અને હેલી સેવાઓ પણ બંધ છે.
દૃેહરાદૃૂન, ટિહરી, હરિદ્વાર અને પૌડીમાં રેડ એલર્ટ, ઉત્તરકાશી, ચમોલી, નૈનીતાલ અને રુદ્રપ્રયાગમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે બાગેશ્ર્વર, અલ્મોડા, ચંપાવત, ઉધમ િંસહ નગર અને પિથોરાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદૃેશના લખનઉ, કાનપુર, ઉન્નાવ, બારાબંકી, અયોધ્યા અને જૌનપુર સહિત ૪૫ શહેરોમાં ૬૫ કલાકથી વરસાદૃ પડી રહૃાો છે. ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહૃાો છે. ૨૨ જિલ્લાઓમાં અચાનક પૂરનું જોખમ તોળાઈ રહૃાું છે. વાવાઝોડા અને વરસાદૃને કારણે ૨ દિૃવસમાં ૨૯ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ખેડૂતોના સેંકડો વીઘા પાક બરબાદૃ થઈ ગયા છે. હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડીને પડી ગયા છે.
બિહારમાં ચક્રવાત રાજ્યમાં છેલ્લા ૭૨ કલાકથી સતત વરસાદૃ થઈ રહૃાો છે. નેપાળના તરાઈ વિસ્તારમાં થઈ રહેલા વરસાદૃને કારણે ગંડક અને કોસી નદૃીઓમાં પૂર આવ્યું છે. તેના કારણે ૧૭ જિલ્લાઓનાં લગભગ ૬ હજાર ગામો ટાપુ બની ગયા છે, જ્યારે લગભગ ૫૦૦ ઘરો પૂરનાં પાણીથી ઘેરાઈ ગયાં છે. સુપૌલનાં ૫૦ ગામોમાં પૂરની સ્થિતિ યથાવત્ છે.
ઝારખંડમાં વંટોળિયા વરસાદૃથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બિરસા મુંડા એરપોર્ટ પર છ લાઈટ રદૃ કરાઈ હતી. ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદૃના કારણે ફરી એક વખત ચારધામ યાત્રા સસ્પેન્ડ કરાઈ હતી.
અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદૃેશ અને ઓડિશાના દૃરિયાકાંઠા પર ત્રાટક્યા પછી શનિવારે છેક ઉત્તર પ્રદૃેશ સુધી તેની અસર જોવા મળી હતી. ઉત્તર પ્રદૃેશમાં મૂશળધાર વરસાદૃ ખાબક્યો હતો અને તોફાની પવન ફૂંકાયો હતો. અલગ અલગ જિલ્લાઓમાં વૃક્ષો, કાચી દિૃવાલો અને મકાન પડવાની ઘટનાઓમાં ૪૨ લોકોનાં મોત નીપજ્યાં હતા. અવધ ક્ષેત્રમાં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે બુંદૃેલખંડ અને મધ્ય ઉત્તર પ્રદૃેશમાં આઠ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
