ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ : નાણામંત્રી

૧૦%થી વધુ ગ્રોથનો નાણામંત્રીએ કર્યો દૃાવો

તેમણે કૃષિ સહિતના અન્ય ક્ષેત્રોમાં ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો, જે ઉત્પાદૃકતા વધારવામાં મદૃદૃ કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે ભારતની અર્થવ્યવસ્થાને લઈને મોટો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ભારત ૧૦%થી વધુ આર્થિક વિકાસ દૃર હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. આ માટે ટેક્નોલોજી, ઇનોવેશન અને અર્થતંત્રના જુદૃા જુદૃા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવી જરૂરી રહેશે.
સીતારામણે કહૃાું કે, ભારતની આર્થિક ક્ષમતા વધારવામાં ટેક્નોલોજી અને ઇનોવેશનની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તેમણે ૨૦૧૫ પછી દૃેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિસ્તારનો પણ ઉલ્લેખ કર્યો. તેમના મતે, નવી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર ્ંૈ ક્ષેત્ર પૂરતો સીમિત ન રહેવો જોઈએ, પરંતુ કૃષિ સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ તેનો વિસ્તાર થવો જોઈએ.
નાણાં મંત્રીએ કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજીના ઉપયોગને પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો. આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતીની ઉત્પાદૃકતા વધારવા અને ખેડૂતોની આવક સંબંધિત તકો સુધારવાની ક્ષમતા રહેલી છે. આનાથી અર્થતંત્રના મોટા હિસ્સાને વિકાસની પ્રક્રિયા સાથે જોડવામાં મદૃદૃ મળી શકે છે.
સરકારના ફેબ્રુઆરી ૨૦૨૬ના આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો વાસ્તવિક ય્ડ્ઢઁ ગ્રોથ ૭.૪% રહેવાનો અંદૃાજ મૂકવામાં આવ્યો હતો. જ્યારે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં નોમિનલ ય્ડ્ઢઁ ગ્રોથ ૧૦% રહેવાનો અંદૃાજ છે.
સરકારના જણાવ્યા અનુસાર, સર્વિસ સેક્ટર ૯.૧%ના દૃરે વધ્યું, જ્યારે મેન્યુફેક્ચિંરગ અને કન્સ્ટ્રક્શનમાં ૭% વૃદ્ધિનો અંદૃાજ હતો.
ભારતની આર્થિક વૃદ્ધિમાં ઘરેલુ માંગની મહત્વની ભૂમિકા રહી છે.

રિલેટેડ ન્યૂઝ