CBSE વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો
આ રાહત હેઠળ, ધો-૧૦માં ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા નહીં લેવાય અને મૂલ્યાંકન શાળા કક્ષાએ આંતરિક રીતે થશે
સુપ્રીમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ઝ્રમ્જીઈ) ને નિર્દૃેશ આપ્યો હતો કે ત્રિ-ભાષા નીતિ હેઠળ ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને પણ એ જ રાહત આપવામાં આવે, જે હાલમાં ધોરણ ૭ ના વિદ્યાર્થીઓને મળી રહી છે. આ મામલો સીબીએસઈની ત્રિ-ભાષા નીતિને પડકારતી અરજીઓની સુનાવણી દૃરમિયાન સામે આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની પીઠ આ કેસની સુનાવણી કરી રહી હતી. અદૃાલતે કહૃાું કે, ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને પણ ત્રીજી ભાષાના મૂલ્યાંકનમાં ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલી છૂટછાટનો લાભ આપવામાં આવે.
કોર્ટના આદૃેશનો સૌથી મહત્ત્વનો હિસ્સો ત્રીજી ભાષાના મૂલ્યાંકન સાથે જોડાયેલો છે. હાલમાં ધોરણ ૭, ૮ અને ૯ ના વિદ્યાર્થીઓને સંક્રમણકાલીન રાહત આપવામાં આવી છે. આ હેઠળ જ્યારે તેઓ ૧૦મા ધોરણમાં પહોંચશે, ત્યારે ત્રીજી ભાષાની ઝ્રમ્જીઈ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.
ત્રીજી ભાષાનું મૂલ્યાંકન શાળા કક્ષાએ આંતરિક રીતે કરવામાં આવશે. તેનો ધોરણ ૧૦ ના બોર્ડ પરિણામ પર પાસ કે નાપાસ થવા પર કોઈ પ્રભાવ પડશે નહીં. હવે આ જ રાહત ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને પણ આપવામાં આવી છે. અદૃાલતે પોતાના આદૃેશમાં કહૃાું કે, ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને ધોરણ ૭ ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી એ જ છૂટછાટ આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દૃરમિયાન સંકેત આપ્યો હતો કે, પાસ કે નાપાસ નહીં થાય. માત્ર હાજરી પ્રમાણપત્ર જ હશે.
સુનાવણીની શરૂઆતમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, ધોરણ ૬ ના વિદ્યાર્થીઓને વર્તમાન શૈક્ષણિક વર્ષથી જ આ વ્યવસ્થામાં સામેલ કરવા અંગે સરકાર અદૃાલતને તેના પક્ષમાં સમજાવવાનો પ્રયાસ કરશે.
