Jai Hind

સમગ્ર SIR પ્રક્રિયા ગેરકાનૂની રીતે થઈ છે

પ્ાૂર્વ કેન્દ્રિય મંત્રી આર.કે.િંસઘ મેદૃાનમાં

ચુંટણીપંચમાં સર્જાયેલા મતભેદ અંગે હવે પુર્વ કેન્દ્રીય મંત્રી તથા ગૃહ સચીવ તરીકે પણ કામ કરી ચૂકેલા નિવૃત આઈએએસ અધિકારી આર.કે.સિંઘે પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર તથા તેમના ‘બોસ’ ગેરકાનુની રીતે જઈંછની પ્રક્રિયા કરી રહ્યા હોય તે મુદે ક્રિમીનલ કેસ પણ દાખલ થઈ શકે તેવો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 21 નો ગેરકાનુની રીતે ઉપયોગ કરીને ચોકકસ હેતુ પાર પાડવા કોશીશ થઈ રહી છે. મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા શ્રી સિંઘે એક ખુલ્લા પત્રમાં ચુંટણીપંચ દ્વારા ફોર્મ નં.6માં જે સુધારા કરાયા તેની સામે પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું કે પંચ તેમાં કોઈ સુધારા કરી શકે નહી અને તે પણ બે ચુંટણી કમિશ્ર્નરોના વિરોધ વચ્ચે થયા છે. તેમણે જણાવ્યું કે પંચે નિર્ણયો સર્વાનુમતે અથવા તો બહુમતીથી લેવાના હોય છે તેના બદલે એક તરફી નિર્ણયો લેવાયા છે.