Jai Hind

સોશિયલ મીડિયાની બેદરકારીથી આવતા હિંસક પરિણામ

સોશિયલ મીડિયા પર અફવા ફેલાતા પંજાબના ફગવાડામાં વિશ્ર્વ વિદ્યાલયમાં િંહસક ઘટનાઓ બની હતી

પંજાબના ફગવાડામાં તાજેતરમાં િંહસા થઇ હતી. પથ્થરમારો તથા લૂંટફાટના બનાવો બન્યા હતા. આ બધી બાબતો લોકશાહી દૃેશ માટે િંચતાજનક છે. િંચતાજનક એટલા માટે કે આ ઘટના એક વિશ્ર્વ વિદ્યાલયમાં થઇ હતી અને એ પણ છાત્રોના પ્રદૃર્શનની આડમા આ ઘટના બની હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી બાબતોન્ો જો સાચી માનવામાં આવે તો એક વિશ્ર્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના પ્રદૃર્શન વેળા ઘુસી ગયેલા બહારના છાત્રોએ માત્ર શિક્ષણ સંસ્થામાં ઉત્પાત મચાવ્યો નથી પરંતુ પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ બહારથી આવેલા છાત્રોએ હોસ્ટેલમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદૃર્શનની આડમાં અસામાજિક તત્વોએ વિશ્ર્વ વિદ્યાલયમાં બન્ોલા શોિંપગ મોલમાં લૂંટફાટ કરી હતી. આ ઘટનાક્રમ પછી વિશ્ર્વ વિદ્યાલયમાં ૧૦ દિૃવસ સુધી રજા જાહેર કરવામાં આવી હતી. સરકારે કડક પગલાં લેવાનો નિર્દૃેશ કર્યો હતો. પરંતુ આ ઘટનાથી અન્ોક પ્રશ્ર્નો ઉપસ્થિત થયા છે.
સૌથી મોટો પ્રશ્ર્ન આ છે કે, છાત્રો પ્રદૃર્શન કરવાના છે ત્ોવી જાણકારી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની ઝબ્ોસલાક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બીજો મુખ્ય પ્રશ્ર્ન આ છે કે, વિશ્ર્વ વિદ્યાલયોમાં હોસ્ટેલમાં રહેતી છાત્રાઓ જો અસુરક્ષિત હોય તો રોડ પર ત્ોમની સુરક્ષા કરવાની જવાબદૃારી કોણ લેશે? આ સમગ્ર ઘટના એક છાત્રા પર દૃુષ્કર્મ તથા ત્ોનું મોત થયાનો મેસ્ોજ વાયરલ થયા પછી બની હતી. જ્યારે બીજી તરફ પોલીસ તંત્રનું કહેવું છે કે, કોઇ ગુન્ોગારની માહિતી મળી નથી. તથા કહેવાતી પિડીતા વિશે કોણ જાણકારી મળી નથી.
આથી આ ઘટના ક્રમ પાછળ કોઇ મોટું ષડયંત્ર હોવાની વાતન્ો નકારી શકાતી નથી. જો આ ઘટનાન્ો કોઇ ષડયંત્રનો ભાગ માનવામાં આવે તો આ બાબતન્ો તપાસનો વિષય ગણી શકાય. કે આ ઘટનાના તાર ક્યાં સુધી જોડાયેલા છે.
આ વાત કોઇથી અજાણ નથી કે, હવે આગામી છ મહિના પછી પંજાબમાં વિદ્યાનસભાની ચૂંટણી યોજાવાની છે. આથી આ ઘટનાના તાર સંભવત: ચૂંટણી સાથે જોડાયેલા હોઇ શકે છે. અથવા જે કોઇ બાબત હોય ત્ો શોધવાનું કામ પોલીસનું છે આ પ્રકારની અફવા સમગ્ર પંજાબમાં શાંતિનો ભંગ થયો છે. વિશ્ર્વ વિદ્યાલયમાં અર્ધ વાર્ષિક પરીક્ષા રદૃ કરવાની વિચારણા પણ ચાલી રહી છે.
આ પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ છાત્રો તથા ત્ોમના માવતરો અને શિક્ષણ સાથે જોડાયેલા સર્વેની એક સંયુકત જવાબદૃારી ઉભી થાય છે કે, આ તણાવ ભરેલા વાતાવરણમાં શાંતિની સ્થાપના થાય ત્ોવું વાતાવરણ ઉભું કરવામાં આવે.
સોશિયલ મીડિયા જો અફવા ફેલાવવામાં સહાયક બનતું હોય તો ત્ોના પર નિયંત્રણ કરવાની પહેલ છાત્રોએ જ કરવી પડશે એક નાની સરખી ગ્ોરસમજ આખા રાજ્યનું વાતાવરણ બગાડી શકે છે આથી આવી બાબતો પ્રત્યે ભવિષ્યમાં સજાગ રહેવાની વધુ જરૂરી છે. આ બાબત માત્ર પંજાબ પ્ાૂરતી સિમિત નથી પરંતુ દૃેશના બધા રાજ્યોન્ો આ બાબત લાગુ પડે છે.
આગામી સમયમાં પંજાબની સાથે અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્ોમાં ઉત્તર પ્રદૃેશ અન્ો મણિપુર વધુ સંવેદૃન શીલ ગણી શકાય. પોલીસ તંત્રની સાથે સામાન્ય જનતાએ સર્તક રહેવું પડશે સાથે ગ્ોરવર્તણુંક કરનારા તત્વોન્ો ઓળખીન્ો આ લોકોની માહિતી પોલીસ તંત્રન્ો આપવા માટે સહયોગ કરવો પડશે.
સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવાથી કાયદૃેસર અને વ્યક્તિગત પરિણામો આવી શકે છે. ભારતીય વ્યાપ સંહિતા અને આઇટી એકટ હેઠળ સમાજમાં ભય, િંહસા કે વેરભાવ ફેલાવતી અફવાઓ શેર કરવા બદૃલ ગુનો નોંધાઇ શકે છે જેનાથી અફવા ફેલાવનારન્ો દૃંડ અને જેલની સજા થવાની શક્યતા છે. ખોટી અફવાઓના કારણે કોમી રમખાણો, બ્ો જૂથો વચ્ચે િંહસા, હડતાળ કે નાસભાગ જેવી ઘટનાઓ બનવાની શકયતા વધુ હોય છે. ભૂતકાળમાં બાળકો ચોરનારી ગ્ોંગ જેવી અફવાઓના કારણે નિર્દૃોષ લોકો પર ટોળા દ્વારા હુમલા થવાના અન્ો જીવ જવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા.
સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ કેસ થવાથી ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવામાં કે પાસપોર્ટ, વીઝા, વેરિફિકેશનમાં મોટી સમસ્યા આવી શકે છે. શેરબજાર, બ્ોન્કો કે કોઇ કંપની વિશે અફવા ફેલાવવાથી મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા રહેલી છે.
સોશીયલ મીડિયા પર અફવા ફેલાવવી એ કાયદૃાકીય ગુનો છે સોશિયલ મીડિયા પર અફવા કે ખોટી માહિતી ફેલાવવા પાછળ મનોવૈજ્ઞાનિક, સામાજિક અને તકનીકી કારણો રહેલા છે.