ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂા.૨૪૪૧/- પ્રતિ કિવ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂા.૨૪૬૧/- પ્રતિ કિવ., મકાઇ માટે રૂા.૨,૪૧૦ પ્રતિ ક્વિ., બાજરી માટે રૂા.૨૯૦૦ પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂા.૩૦૦ પ્રતિ કિવ) જુવાર (હાઇબ્રીડ) પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂા.૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદૃંડી) રૂા.૪૦૭૩ પ્રતિ (ઉપરાંત વધારાનું બોનસ રૂા.૩૦૦ પ્રતિ ક્વિ.) તથા રાગી માટે રૂા.૫૨૦૫ પ્રતિ કિવ. (ઉપરાંત વધારાનું બોનસ રૂા.૩૦૦ પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવ્યું છે.
તા.૨ થી ૩૧ ઓકટોબર સુધીમાં ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે
ખેડૂતોેને તેઓના ઉત્પાદૃનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદૃી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફત્ો કરવામાં આવનાર છે.
લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફત્ો તા.૦૨ ઓકટબોર-૨૦૨૬થી ૩૧ ઓકટોબર-૨૦૨૬ સુધી કરવામાં આવશે. જ્યારે આ ડાંગર, બાજરી, જુવાર મકાઇ તથા રાગીની ખરીદૃી તા.૧૬ નવે. ૨૦૨૬થી ૧૫ જાન્યુ.૨૦૨૭ સુધી કરવામાં આવશે. ખેડૂત ખાત્ોદૃારો બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. જેથી ટેકાના ભાવે પાક વેચાણ કરવા માંગતા તમામ ખેડૂતો મિત્રોએ ઓનલાઇન નોંધણી કરાવવા નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, તાજેતરનો ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ ત્ોમજ પાકની વાવણી અંગ્ોની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અમાં ન થઇ હોય તો તલાટીના સહી-સિક્કા વાળો દૃાખલો, ખેડૂતના નામના બ્ોંક ખાતાની વિગત બ્ોંક પાસબ્ાૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.