કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક રાંધણગેસ ગ્રાહકો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબર ૨૦૨૬થી સબસીડીવાળા રાંધણગેસ સિલિન્ડરનું બુિંકગ કરાવવા માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરેલું હોવું અનિવાર્ય કરી દૃેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે આજે છેલ્લો દિૃવસ છે. જો કોઈ ગ્રાહક આ સમયમર્યાદૃામાં આધાર ચકાસણી (ઇ-કેવાયસી) નહીં કરાવે, તો તેમને સબસીડીનો લાભ મળતો બંધ થઈ જશે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કડક પગલું લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સાચા અને જરૂરિયાતમંદૃ પરિવારો સુધી જ સબસીડી પહોંચાડવાનો છે. દૃેશમાં ઘરગથ્થુ ઉપયોગ માટે અપાતા સબસીડીવાળા સિલિન્ડરનો વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતો ગેરકાયદૃેસર વપરાશ અટકાવવા, બોગસ તથા એકથી વધુ કનેક્શન રદૃ કરવા અને વિતરણ પ્રક્રિયાને વધુ પારદૃર્શક બનાવવી આ નિર્ણયનો મુખ્ય હેતુ છે.
જો ગ્રાહકો સમયમર્યાદૃામાં ઇ-કેવાયસી નહીં કરાવે તો તેમને પૂરા બજાર ભાવે સિલિન્ડર ખરીદૃવો પડશે.
સપ્ટેમ્બર ૨૦૨૬ના આંકડા મુજબ પ્રતિ સિલિન્ડર આશરે રૂ. ૨૧૦ જેટલી સબસીડી અપાય છે, જે અગાઉ રૂ. ૭૨૧ સુધી પહોંચી હતી. આધાર વગર ગ્રાહકોને ૧૪.૨ કિલોનો સિલિન્ડર બજાર િંકમતે ખરીદૃવો પડશે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને મોટું આર્થિક નુકસાન