ઠંડીના સમયમાં થતાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 1 નવેમ્બરથી સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અથવા અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરવાની વ્યવસ્થા લાગું રહેશે. બીજી તરફ, વાહનવ્યવહારનો ટ્રાફિક ઘટાડવા માટે નગર નિગમ અને દિલ્હી સરકારની કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નિગમ કાર્યાલય સવારે 830 થી સાંજે 5 વાગ્યા સુધી, જ્યારે દિલ્હી સરકારની કચેરીઓ સવારે 10 થી સાંજે 630 વાગ્યા સુધી ચાલશે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ નિયંત્રણને લઈને સોમવારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હીનાં પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસા અને કેબિનેટ મંત્રી પ્રવેશ વર્મા પણ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન રેખા ગુપ્તાએ જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ માટેનાં નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે. દિલ્હીમાં શિયાળા દરમિયાન વધતાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી સરકારે કડક પગલાં ઘડી કાઢ્યાં છે. 1 નવેમ્બરથી ઙઞઈ વગરનાં અને જૂના વાહનોને ઈંધણ આપવા પર રોક લગાવવામાં આવશે.