ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ-૩ સહિત કુલ રૂા.૨.૭૯ લાખ કરોડનું પ્ોકેજ મંજૂર
નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ત્રણેય નિર્ણયોની કુલ િંકમત આશરે ૨.૭૯ લાખ કરોડ રૂપિયા છે. તેમાં ખેડૂતો માટે પણ રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે.
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેિંટગ સીઝન ૨૦૨૭-૨૮ માટે તમામ નક્કી કરાયેલા રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયનો હેતુ ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ અપાવવાનો છે. કેન્દ્ર સરકારે રવિ સીઝનના ૬ પાકોઽઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ અને કસુમના એમએસપીઁમાં વધારો કર્યો છે. આ તમામ પાકોમાં અલગ-અલગ પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. આ ૬ પાકોમાં સૌથી વધુ વધારો કસુમના એમએસપીમાં કરવામાં આવ્યો છે. કસુમના એમએસપીમાં ૬૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી ઓછો વધારો ઘઉંના એમએસપીમાં થયો છે, જેમાં ૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે અખિલ ભારતીય સરેરાશ ઉત્પાદૃન ખર્ચના આધારે ઘઉંમાં ખેડૂતોને અંદૃાજિત ૧૦૬% માર્જિન મળશે. ત્યારબાદૃ સરસવમાં ૯૬%, મસૂરમાં ૯૨%, ચણામાં ૫૯%, જવમાં ૫૮% અને કસુમમાં ૫૦% માર્જિન રહેશે. સરકારના જણાવ્યા અનુસાર રવિ પાકોના એમએસપીમાં કરવામાં આવેલો આ વધારો ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય ભાવ અપાવવામાં મદૃદૃ કરશે. સાથે જ દૃેશમાં અલગ-અલગ પાક ઉગાડવા એટલે કે પાક વૈવિધ્યકરણને પણ પ્રોત્સાહન મળશે.
કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેબિનેટે બીજો મોટો નિર્ણય ક્લીન એનર્જી સાથે જોડાયેલો લીધો છે. કેબિનેટે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ-૩ને પણ મંજૂરી આપી છે. અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશમાં વીજ ઉત્પાદૃન ક્ષેત્રે રિન્યુએબલ એનર્જીનો મોટા પાયે સમાવેશ કર્યો છે.
તેમના જણાવ્યા અનુસાર ઘણા દૃેશો પણ આટલા મોટા સ્તરે રિન્યુએબલ એનર્જીનો સમાવેશ કરી શક્યા નથી.
દિૃલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થા આધુનિક બનાવવા માટે ટેક્નોલોજી આધારિત સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે.