Jai Hind

શેરબજારમાં કડાકો: રૂા.૧૦ લાખ કરોડ ડૂબ્યા

સેન્સેક્સ ૫૭૦ પોઈન્ટ અન્ો નિટી ૧૯૮ પોઈન્ટ ત્ાૂટ્યો

શેરબજાર સતત ૮મા અઠવાડિયે લાલ નિશાનમાં બંધ થયું છે. આજે ૧ ઑક્ટોબરે અઠવાડિયાના અંતિમ કારોબારી દિૃવસે સેન્સેક્સ ૫૭૦ પોઈન્ટ અથવા ૦.૭૯% ઘટીને ૭૧,૯૧૦ પર બંધ થયો. નિટીમાં ૧૯૮ પોઈન્ટ અથવા ૦.૮૮%નો ઘટાડો રહૃાો અને તે ૨૨,૪૨૨ પર આવી ગયો છે. ઑટો અને મીડિયા શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે.બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) અગાઉના સત્રના ૪૭૧.૮૬ લાખ કરોડ રૂપિયાથી લગભગ ૧૦.૦૮ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૬૧.૭૭ લાખ કરોડ રૂપિયા થઈ ગયું, કારણ કે શેરોમાં ભારે ઘટાડો થયો. પરંતુ માર્કેટ બંધ થયા બાદૃ તેમાં થોડી રિકવરી આવી અને કુલ નુકસાન ૬ લાખ કરોડ રૂપિયા રહી જતાં બીએસઈ માર્કેટ કેપિટલાઇઝેશન ૪૬૬ લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
આ સતત ૮મું અઠવાડિયું છે જ્યારે બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. છેલ્લા ૨૫ વર્ષમાં આ ઘટાડાનો સૌથી લાંબો સમયગાળો છે. આ પહેલાં વર્ષ ૨૦૦૧માં બજારમાં સતત ૯ અઠવાડિયા સુધી ઘટાડો નોંધાયો હતો.
જાન્યુઆરીમાં પોતાના ૨૬,૩૭૩ના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી નિટી અત્યાર સુધીમાં લગભગ ૧૫% નીચે આવી ગયો છે. શેરબજારના નિયમો મુજબ, જો બજાર પોતાના ઉચ્ચતમ સ્તરથી ૨૦% સુધી ઘટી જાય, તો તેને સત્તાવાર ‘બેર માર્કેટ માનવામાં આવે છે.
૧. વિદૃેશી રોકાણકારોનું વેચાણ: વિદૃેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી ઝડપથી નાણાં પાછાં ખેંચ્યાં છે. માત્ર મંગળવાર અને બુધવારે જ ૨૦ હજાર કરોડ રૂપિયાથી વધુના શેર વેચવામાં આવ્યા, જેના કારણે આ અઠવાડિયે બુધવાર સુધીમાં કુલ વેચાણ લગભગ ૨૬ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું.
૨. અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઉછાળો: ૧૦ વર્ષના અમેરિકન સરકારી બોન્ડ પર મળતું વ્યાજ (યીલ્ડ) વધીને ૫.૩૩% અને ૩૦ વર્ષના બોન્ડ પર ૫.૬૭% પહોંચી ગયું છે. આ ૨૦૦૨ પછીનું સૌથી ઊંચું સ્તર છે. સુરક્ષિત સરકારી બોન્ડ પર વધુ વળતર મળવાથી વિદૃેશી રોકાણકારો શેરબજારમાંથી નાણાં ઉપાડી બોન્ડમાં રોકાણ કરી રહૃાા છે, જેના કારણે શેરોમાં ઘટાડો વધ્યો છે.
૩. રૂપિયામાં ઘટાડો: ડૉલર મજબૂત થવાને કારણે ભારતીય રૂપિયો નબળો પડ્યો છે. પ્રતિ ડૉલર રૂપિયો ઘટીને ૯૫.૯૮ના સ્તરે આવી ગયો. જોકે સરકારી બેંકો દ્વારા ડૉલરનું વેચાણ કરીને રૂપિયાને ટેકો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ચલણ નબળું પડવાની સીધી નકારાત્મક અસર શેરબજાર પર પડી.

વિદૃેશી રોકાણકારોની વેચવાલી, અમેરિકી બોન્ડમાં ઉછાળો અન્ો રૂપિયો નબળો
પડતા બજારમાં મંદૃીનું મોજુ:રૂપિયો ૯૬.૨૩ અન્ો ક્રુડ ૧૦૦ ડોલરન્ો પાર

વૈશ્ર્વિક ક્રૂડમાં પણ ફરી તેજી થઇ હતી. ડબલ્યુટીઆઇ ક્રૂડ ઉંચકાઇને 92.63 ડોલર તથા બ્રેન્ટક્રૂડ 100.42 ડોલર હતું. કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો ધડામ થયો હતો અને 40 પૈસા ગગડીને 96.23 સાંપડ્યો હતો. સોના-ચાંદીમાં હાજર માર્કેટ તુટ્યું હતું. જ્યારે વાયદામાં મામુલી સુધારો હતો.