Jai Hind

સીઈસી જ્ઞાનેશ કુમારના ૧૪ નિર્ણયો રદ કરવા સુપ્રીમ કોર્ટમાં નવી અરજી

વિપક્ષે વોટ ચોરી નહીં સાંખી લેવાનું જણાવ્યું છે

દૃેશમાં ચૂંટણીઓ જીતવા માટે મતદૃાર વ્યવસ્થા પર કબજો કરવા સામે જનતાનો અવાજ દિૃવસે ને દિૃવસે વધુ ઉગ્ર બની રહૃાો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ઘેરવાની વિપક્ષની તૈયારી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં તેમના વિરુદ્ધ એક પછી એક અરજીઓ થઈ રહી છે. જ્ઞાનેશ કુમારે ૧૦ મહિનામાં આપેલા ૧૪ આદૃેશોના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં નવી અરજી થઈ છે.
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રીજી એક અરજી થઈ છે. નવી અરજીમાં જ્ઞાનેશ કુમારે ૧૦ મહિનામાં સીઈસી તરીકે લીધેલા ૧૪ આદૃેશોને પડકારવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં ચૂંટણી પંચની સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની શક્તિઓના દૃાયરા અને મર્યાદૃાઓ પર નિર્દૃેશ અને સ્પષ્ટીકરણની માગ કરતા જ્ઞાનેશ કુમારના ૧૪ આદૃેશોને રદૃ કરવાની માગ કરાઈ છે. તેમના પર અનિવાર્ય પ્રક્રિયાનો ભંગ કરવાનો પણ આરોપ મૂકાયો છે. સુપ્રીમમાં દૃાખલ ત્રીજી અરજીમાં સામૂહિક નિર્ણય લેવાની અનિવાર્ય પ્રક્રિયાનો ભંગ કરીને જાહેર કરાયેલા તમામ નિર્ણયો, આદૃેશો, નોટિફિકેશન્સ અને કાર્યકારી નિર્દૃેશોને રદૃ કરવાની માગણી કરાઈ છે.