Jai Hind

મગફળી, મગ, સોયાબિન અન્ો અડદૃના ટેકાના ભાવે વેચાણ માટે તા.૨૪ સુધી અરજી કરી શકાશે:વાઘાણી

ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા આગામી રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદૃર્શન ઘટકોનો લાભ રાજ્યના ખેડૂતો સુધી પહોંચાડવા માટે અરજીઓ આવકારવામાં આવી છે. આ તમામ ઘટકો હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતો ‘આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ પોર્ટલ આજ તા. ૦૪ ઓક્ટોબરથી આગામી તા. ૧૫ ઓક્ટોબર એટલે કે કુલ ૧૨ દિૃવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વધુમાં, રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદૃી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અગાઉ અંતિમ તારીખ ૦૯ ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી.
આ નિર્ણયના પરિણામે હવે રાજ્યના ખેડૂતો મગફળી, મગ, સોયાબીન અને અડદૃ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદૃી માટે લંબાવેલી મુદૃત મુજબ આગામી તા. ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને સમયસર ‘આઈ-ખેડૂત પોર્ટલ પરથી સરકારી યોજનાઓની અરજી કરવા અને ટેકાના ભાવે ખરીદૃી માટે લંબાવવામાં આવેલી નોંધણી મુદૃતનો મહત્તમ લાભ લેવા આગ્રહપૂર્વક અપીલ કરી છે.