કેરળના ગૃહમંત્રીએ જ્ઞાનેશકુમાર સામે ભ્રષ્ટાચાર અને ગડબડીના આરોપો પર વિઝિલન્સ તપાસના આદૃેશ આપ્યા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે એક બાજુ વિરોધ પ્રદૃર્શનો થઈ રહૃાા છે અને હવે એક ૨૦ વર્ષ જૂનો પ્રશાસનિક અને ભ્રષ્ટાચારનો કેસ ફરીથી ખુલ્યો છે. વાત જાણે એમ છે કે કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ જ્ઞાનેશકુમાર સામે ભ્રષ્ટાચાર અને ગડબડીના ગંભીર આરોપો પર વિઝિલન્સ તપાસના આદૃેશ આપ્યા છે. એવું કહેવાય છે કે આ સમગ્ર મામલે ૨૦૦૬નો છે.
તે વખતે જ્ઞાનેશકુમાર લોક નિર્માણ વિભાગ (ઁઉડ્ઢ)ના સચિવ પદૃ પર હતા. તેમના કાર્યકાળ દૃરમિયાન તે વખતે તેમના પર ગેરરીતિ વર્તવાનો આરોપ લાગ્યો હતો.
વાત જાણે એમ છે કે આ સમગ્ર મામલો એક વિદૃેશી એન્જિનિયરના મોત સાથે જોડાયેલો છે.
વર્ષ ૨૦૦૬માં મલેશિયાના એક સિવિલ એન્જિનિયર સી સી બીને કથિત રીતે આત્મહત્યા કરી હતી.
આ એન્જિનિયર કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત એમસી રોડ સંબંધિત અપગ્રેડેશનનું કામ કરતા હતા. આ સમયગાળામાં એન્જિનિયરે અંતિમ પગલું ભર્યું હતું. સ્યૂસાઈડ નોટમાં કથિત રીતે તત્કાલિન ઁઉડ્ઢ સચિવ જ્ઞાનેશકુમારનું નામ લખ્યું હતું. હવે આ મામલાની ફેર તપાસના આદૃેશ બહાર પડ્યા છે.
અત્રે જણાવવાનું કે મલયાનકીઝુ વેણુગોપાલ તરફથી નોંધાયેલી એક નવી ફરિયાદૃ બાદૃ કેરળ સરકારે આ પગલું ભર્યું છે. ફરિયાદૃમાં એવો આરોપ લગાવવામાં આવ્યો કે ૨૦૦૬માં જ્ઞાનેશકુમાર જ્યારે ઁઉડ્ઢ સચિવ હતા ત્યારે કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (જી્ઁ) હેઠળ રોડ નિર્માણના કોન્ટ્રાક્ટ આપવામાં ભારે નાણાકીય ગેરરીતિઓ થઈ હતી. વિવાદૃ વધતા ૨૦૦૬ના અંત પહેલા જ્ઞાનેશકુમારને ઁઉડ્ઢ સચિવ પદૃેથી હટાવીને ટ્રાન્સફર કરાઈ હતી. તે સમયે એક પ્રાથમિક તપાસ થઈ હતી પરંતુ ફરિયાદૃકર્તાનો આરોપ છે કે જૂની તપાસને કોઈ પણ તાર્કિક તારણો પર પહોંચાડ્યા વગર દૃબાણમાં કેસ બંધ કરી દૃેવાયો હતો. મામલો ફક્ત નાણાકીય ગડબડીઓ પૂરતો જ નહીં પરંતુ એક વિદૃેશી નાગરિકના શંકાસ્પદૃ આત્મહત્યા સાથે પણ જોડાયેલો હતો.