Jai Hind

સુઓમોટોની સુનાવણી : મહિલાઓ રાત્રે પણ સલામત હોવી જોઇએ: દિૃલ્હી પોલીસને સુપ્રીમની ફટકાર

ગુન્ોગારોમાં ડર પ્ોદૃા કરો: સીસીટીવી અન્ો કડક પગલા લેવા સુપ્રીમ કોર્ટે કર્યો આદૃેશ

દૃેશની રાજધાની નવી દિૃલ્હી અને સમગ્ર દ્ગઝ્રઇ વિસ્તારમાં મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલા ગુનાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિૃલ્હી પોલીસને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે દિૃલ્હી પોલીસ અને તંત્રને આડે હાથ લેતાં સ્પષ્ટ શબ્દૃોમાં સંભળાવી દૃીધું છે કે મહિલા સુરક્ષા માત્ર કાગળ પર રહેલી યોજનાઓ પૂરતી મર્યાદિૃત ન હોઈ શકે, તેની વાસ્તવિક અસર જમીન પર દૃેખાવી જોઈએ. કાયદૃાનો એવો ભય પેદૃા થવો જોઈએ જેથી ગુનાખોરી માનસિકતા ધરાવતા તત્વોના મનમાં કંપારી છૂટી જાય.
સુપ્રીમ કોર્ટે કહૃાું કે, દિૃલ્હીમાં કોઈ મહિલા રાત્રે ૧૦ વાગ્યે રસ્તા પર એકલી ચાલતી હોય, મેટ્રોમાં મુસાફરી કરતી હોય કે બસમાં સફર કરતી હોય, તેને સંપૂર્ણ સુરક્ષાનો અનુભવ થવો જોઈએ.
માત્ર સીસીટીવી લગાવી દૃેવાથી શું ગુના રોકાઈ જશે? જો સતત મોનિટિંરગ અને વૉર રૂમ જ ન હોય તો આ કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.
દિૃલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલા ગુનાના કેસ વધતાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે તંત્રને ઝાટકતાં કહૃાું કે ભારત જેવા વિશાળ દૃેશમાં માત્ર કાગળ પર ગાઇડલાઇન બનાવવાથી કામ નહીં ચાલે.
કડક કાર્યવાહી કરતી વખતે પીછેહઠ કરવાની કોઈ જરૂર નથી. જો ગુનેગારોને ડામવા કડક પગલાં ભરવા પડે તો ભરવા જ જોઈએ, ભલે કેટલાક લોકો બંધારણના અનુચ્છેદૃ ૨૧ (વ્યક્તિગત સ્વતંત્રતા) નો હવાલો આપીને વાંધો ઉઠાવે; મહિલાઓની સલામતી સર્વોપરી છે.
બેન્ચે આકરા શબ્દૃોમાં જણાવ્યું કે બગીચાઓ, રસ્તાઓ, બસ સ્ટોપ, મેટ્રો સ્ટેશનો, સબ-વે અને ફૂટઓવર બ્રિજ અપૂરતી લાઈટો, નબળી સુરક્ષા કે ઢીલા પેટ્રોિંલગના કારણે મહિલાઓ માટે ’ડેન્જર ઝોન’ બની શકે નહીં. લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થિનીઓએ આસ્થા કુંજ પાર્ક આસપાસ છેડતી અંગે વારંવાર ફરિયાદૃો કરી હોવા છતાં પોલીસે પૂરતું પેટ્રોિંલગ ગોઠવ્યું નહોતું, જેને અદૃાલતે તંત્રની ઘોર બેદૃરકારી ગણાવી હતી.
સુપ્રીમ કોર્ટે સેક્સ ઑફેન્ડર્સના નેશનલ ડેટાબેઝનો વાસ્તવિક ઉપયોગ, ઇન્વેસ્ટિગેશન ટ્રેિંકગ સિસ્ટમ, મિશન શક્તિ, ઇમરજન્સી હેલ્પલાઇન ૧૧૨, વુમન હેલ્પલાઇન ૧૮૧, સેફ સિટી પ્રોજેક્ટ, સ્માર્ટ લાઇિંટગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ તેમજ વન સ્ટોપ સેન્ટર જમીન પર કેટલા કાર્યક્ષમ છે તેની સંપૂર્ણ વિગતો સોગંદૃનામા પર રજૂ કરવાનો આદૃેશ આપ્યો છે.