Jai Hind

MSME માટે રૂા.૧૦,૦૦૦ કરોડનું ગ્રોથ ફંડ સ્થાપવાનો નિર્ણય

કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો

લોજિસ્ટિક ક્ષેત્રે માળખાગત સુવિધાઓ માટે ITLA ની રચના કરવા અપાઇ મંજૂરી

આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દૃેશના લોજિસ્ટિક્સ ક્ષેત્ર, માળખાગત સુવિધાઓ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અંગે ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
કેબિનેટના નિર્ણયો અંગે મીડિયાને માહિતી આપતા, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે સરકારે ’ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ ઓથોરિટી’ ની રચનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત, દૃેશની એમએસએમઈ કંપનીઓ માટે રૂા.૧૦,૦૦૦ કરોડનો ’ગ્રોથ ફંડ’ (વિકાસ ભંડોળ) સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
બેઠકની શરૂઆતમાં, કેન્દ્રીય કેબિનેટે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને બંધારણીય પદૃ પર ૨૫ વર્ષ પૂર્ણ કરવાના ઐતિહાસિક પ્રસંગ બદૃલ (જેમાં ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનો કાર્યકાળ સામેલ છે) અભિનંદૃન આપતો ઠરાવ પણ પસાર કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જ્યારે દૃેશનો જીડીપી ૭% થી ૮% ના દૃરે વધી રહૃાો છે, ત્યારે લોજિસ્ટિક્સની માંગ લગભગ ૧૦% ના દૃરે વધી રહી છે.
આ અર્થતંત્ર માટે ’મલ્ટિપ્લાયર ફેક્ટર’ (ગુણક પરિબળ) તરીકે કામ કરે છે. આ માંગને પહોંચી વળવા અને ભવિષ્યની જરૂરિયાતોને સંબોધવા માટે આઇટીએલએ ની સ્થાપના કરવામાં આવી રહી છે.