ભારતીય વાયુસેનાની કમાન હવે ફાઇટર પાઇલટ એર માર્શલ આશુતોષ દૃીક્ષિતના હાથમાં સોંપવામાં આવી છે. તેઓ વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે નિમણૂક પામ્યા છે. હાલમાં તેઓ વાયુસેનાના ૫૧મા વાઇસ ચીફ ઑફ એર સ્ટાફ તરીકે ફરજ બજાવી રહૃાા છે, જે પદૃ તેમણે ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સંભાળ્યું હતું.
તેઓ આગામી ૩૧ ઑક્ટોબરે સત્તાવાર રીતે વાયુસેના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે.
એર માર્શલ આશુતોષ દૃીક્ષિત ૬ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ (બાંગ્લાદૃેશ) અને નેશનલ ડિફેન્સ કૉલેજ(નવી દિૃલ્હી)ના પૂર્વ વિદ્યાર્થી રહૃાા છે. એક અત્યંત કુશળ ફાઇટર પાઇલટ તરીકે જાણીતા દૃીક્ષિત પાસે ૨૦થી વધુ પ્રકારના વિમાનો પર ૩,૩૦૦ કલાકથી પણ વધુ સમય ઉડાન ભરવાનો બહોળો અનુભવ છે. જેમાં મિરાજ-૨૦૦૦, મિગ-૨૧, જગુઆર, એન-૩૨ અને હોક જેવા વિમાનોનો સમાવેશ થાય છે.