રાજ્યના મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકે જાહેર જીવનમાં ૨૫ વર્ષ પ્ાૂર્ણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે દિૃલ્હીના ઇન્દિૃરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે, જ્યાં વડાપ્રધાન દૃેશભરના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહૃાા છે. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, “૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી, ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિૃવસ જાહેર જીવનમાં આ મુકામ સુધી પહોંચશે. આજે સરકારના વડા તરીકે દૃેશની સેવા કરતા તેમને ૨૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે.” ઁસ્ મોદૃીએ આને જનતાના સતત મળતા આશીર્વાદૃનું પરિણામ ગણાવ્યું અને ભાજપ, દ્ગડ્ઢછ તેમજ લોકશાહીમાં વિશ્ર્વાસ રાખનારા તમામ લોકોનો આભાર માન્યો.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, તેમણે ૧૪૦ કરોડ ભારતીયો માટે પ્રાર્થના કરી છે. તેમની પ્રાર્થના છે કે પરમાત્મા તેમને એટલી શક્તિ આપે કે તેઓ દૃેશ માટે વધુ ઊર્જા સાથે કામ કરી શકે અને દિૃવસ-રાત દૃેશવાસીઓ સહિત તમામ લોકોની સેવા કરી શકે. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, આજે તેઓ જે કંઈ પણ છે, તેમાં સૌથી મોટું યોગદૃાન ‘જનતા જનાર્દૃનનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, તેમના માટે જનતા જનાર્દૃન ભગવાનનું જ સ્વરૂપ છે. કરોડો લોકોનો વિશ્ર્વાસ જ તેમની શક્તિ છે. ઁસ્ મોદૃીએ કહૃાું કે, દૃેશે તેમને ઘણું આપ્યું છે અને તેથી દૃેશ તેમના માટે સર્વસ્વ છે. દૃેશના નાગરિકોનો જ તેમના પર સૌથી મોટો અધિકાર છે. ઁસ્ મોદૃીએ કહૃાું કે, ૨૫ વર્ષનો જનવિશ્ર્વાસ અને ૨૫ વર્ષનો અનુભવ તેમની મોટી મૂડી છે. આ મૂડી દૃેશની છે અને ભારત માતાની દૃરેક સંતાન તેના અધિકારી છે. પોતાના શાળાના દિૃવસોને યાદૃ કરતા મોદૃીએ કહૃાું કે કંઈક નવું શીખવાની ઈચ્છા તેમના જીવનનો હિસ્સો બની ગઈ છે અને તેઓ આજે પણ પોતાને એક વિદ્યાર્થી જ માને છે.
વડાપ્રધાને કહૃાું કે, તેમણે હંમેશા ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરી છે કે તેમની શીખવાની પ્રક્રિયા ક્યારેય ઓછી ન થાય. તેમણે કહૃાું કે પાછળ વળીને જોતા તેમના મનમાં કૃતજ્ઞતાનો ભાવ આવે છે, કારણ કે દૃરેક ઘટનાએ તેમને કંઈકને કંઈક શીખવ્યું છે. જેણે તેમને પાડ્યા, તેણે ઊભા થવાનું શીખવ્યું અને જેણે વિરોધ કર્યો, તેણે લોકશાહીની શક્તિ સમજાવી. તેમણે કહૃાું કે દૃરેક સંકટ તેમના ધૈર્યની કસોટી રહૃાું, જ્યારે દૃરેક સફળતાએ તેમને મોટા લક્ષ્યો તરફ આગળ વધવાની ક્ષમતા આપી.
પીએમ મોદૃીએ આગળ કહૃાું કે, ચંદ્રયાન મિશને તેમને નિષ્ફળતામાંથી ઊભા થતા શીખવ્યું.
કોરોનાએ સામૂહિક ચેતનાનો પાઠ ભણાવ્યો. મીડિયાએ તેમને ખાટા-મીઠા અનુભવોથી આગળ વધવાની પ્રેરણા આપી. તેમણે કહૃાું કે દૃરેક ગામે અને દૃરેક ગરીબે તેમને શીખવ્યું કે સાધન-સામગ્રી ભલે મર્યાદિૃત હોય, પરંતુ સપનાં મોટાં હોવાં જોઈએ અને મનોબળ મજબૂત હોવું જોઈએ.
પીએમ મોદૃીએ કહૃાું કે, વેદૃથી લઈને વિવેકાનંદૃ સુધી જે રાષ્ટ્રએ મહાન વિચારોનું અનુષ્ઠાન કર્યું છે, જે રાષ્ટ્રનો અનુભવ હજારો વર્ષોનો છે અને જેણે માનવને માનવતાનો ભરોસો અપાવ્યો છે, ત્યાં તેમને ક્યારેય એવું નથી લાગ્યું કે તેઓ એકલા છે. પીએમ મોદૃીએ કહૃાું કે આપણે સેવક છીએ, સેવા આપણો ધર્મ છે અને દૃીન-દૃુ:ખીઓની સેવા કરવી આપણો ધર્મ છે.
પીએમ મોદૃીએ વધુમાં કહૃાું કે, સાર્વજનિક જીવનની તેમની યાત્રાના દૃરેક તબક્કે સાથ આપનાર દૃરેક સ્વયંસેવક અને કાર્યકર્તાને તેઓ આદૃરપૂર્વક નમન કરે છે. તેમણે કહૃાું કે આજનો દિૃવસ માત્ર જૂની યાદૃો તાજી કરવાનો નથી, પરંતુ પોતાના સંકલ્પોને નવી ઉર્જા આપવાનો છે. તેમણે કહૃાું કે, આ તે વચન અને ઈરાદૃાઓના પુનરાવર્તનનો દિૃવસ છે કે આપણે કરીને રહીશું. પીએમ મોદૃીએ કહૃાું, ’વી વિલ ડૂ ઇટ. વી વિલ ડૂ ઇટ.’ નોંધનીય છે કે, કાર્યક્રમ પહેલાં ઁસ્ મોદૃીએ દિૃલ્હીના શ્રી વિનાયક મંદિૃરમાં પૂજા-અર્ચના કરી હતી.
દિૃલ્હીના ઇન્દિૃરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ:દૃેશભરના કાર્યકર્તાઓન્ો વડાપ્રધાન્ો વર્ચ્યુઅલી સંબોધિત કર્યા
જીવનની દરેક ઘટનાએ મને કંઇને કંઇ શિખવ્યું છે
વડાપ્રધાને આજે પોતાના સંબોધનમાં કહયું કે મારા જીવનની દરેક ઘટનાઓ વ્યર્થ ગઇ નથી. તેમણે મોરબીની મચ્છુ ડેમ દુર્ઘટનાને યાદ કરી હતી અને કહ્યું હતું કે મેં રાત-દિવસ સેવા કરી અને મને સેવા કરવાનો એક ભાવ થયો. કચ્છના ભૂકંપમાં પુન: નિર્માણ માટે સતત વ્યસ્ત રહેવું એ મારા માટે એક પડકાર હતો અને મેં તે ઉપાડી લીધો, આ ઉપરાંત ચંદ્રયાનની અસફળતાએ મને સફળ થવા માટે પ્રેરણા આપી અને જ્યારે પણ હું આ બધુ યાદ કરું છું તે સમયે મને વધુને વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે મીડીયાએ મને સારા-માઠા અનુભવ પણ કરાવ્યા છે અને તેમનો પણ હું આભારી છું. મને કદી એવું લાગ્યું નથી કે હું એકલો છું. એ સ્વયંસેવકો કે જે ભારતની આત્માના પ્રહરી છે તેને હું વંદન કરું છું. મને તેનો ભરપુર સાથ મળ્યો છે.
માત્ર મહત્ત્વાકાંક્ષી નહી હું મિશન માટે જીવનારો છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનયાત્રાના અનેક પ્રસંગો યાદ કર્યા હતા અને ખાસ કરીને એ યાદ કર્યુ કે મે ઈશ્ર્વર પાસે એક જ વસ્તુ માંગી છેકે મારી જીતવાની ધગશ કદી ઓછી ન થાય અને મારા સામથ્યનો દેશ માટે ઉપયોગ થાય તે ઈચ્છુ છું. શ્રી મોદીએ કહ્યું કે જયારે હું પાછળ જોવ છું તો હું ફકત કૃતજ્ઞતા અનુભવુ છું કે જેઓએ મને ઉઠાવ્યો, પાડયો અને ફરી એક વખત મને ઉભા થતા શિખવ્યું તેનો હું આભારી છું. હું કોઈ મહત્વકાંક્ષા માટે નહી પણ મિશન માટે જીવનારો વ્યક્તિ છું.