વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ યુવાનોને દૃેશના વિકાસ માટે સંપૂર્ણ તાકાત અને જોશ સાથે આગળ વધવા આહ્વાન કર્યું છે. જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર દિૃલ્હીના ઇન્દિૃરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા-સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, હવે આરામ કરવાનો સમય નથી. આ સમય જોશ સાથે આગળ વધવાનો અને પોતાને દૃેશ માટે સમર્પિત થવાનો છે. તેમણે કહૃાું કે, આજે ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો છે અને આ દૃેશના ઇતિહાસમાં મળેલી ખૂબ મોટી તક છે. આ તક ગુમાવવી જોઈએ નહીં.
‘વિકસિત ભારત સંકલ્પ સભા-સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમમાં યુવાનોને દૃેશના વિકાસ માટે સંપૂર્ણ ઊર્જા સાથે કામ કરવા આહ્વાન કર્યું
વડાપ્રધાને યુવા સાથીઓને કહૃાું કે તેમના દૃાદૃા-દૃાદૃી અને નાના-નાનીની પેઢીએ જે મુશ્કેલીઓ સહન કરી, તે મુશ્કેલીઓ તેમણે ન ભોગવવી પડે તે માટે આજથી જ કામ કરવું પડશે. તેમણે કહૃાું કે આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે આવનારી પેઢીઓના ભાગ્યમાં પણ એ મુશ્કેલીઓ ન આવે. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, આ જ ઉદ્દેશ્ય સાથે તેઓ સતત કામ કરી રહૃાા છે. તેમણે યુવાનોને દૃેશના ભવિષ્યની સૌથી મોટી તાકાત ગણાવતા કહૃાું કે, વર્તમાન પેઢી સામે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઐતિહાસિક તક છે. આ માટે યુવાનોએ પોતાની ઊર્જા અને સામર્થ્ય દૃેશના નિર્માણમાં લગાવવું પડશે. વડાપ્રધાન મોદૃીએ પોતાની રાજકીય સફરના શરૂઆતના દિૃવસોને યાદૃ કરતાં કહૃાું કે જ્યારે તેઓ ગુજરાતમાં હતા, ત્યારે એક મંત્ર સાથે કામ કરતા હતા- ‘ગુજરાતનો વિકાસ, દૃેશનો વિકાસ.
તેમણે કહૃાું કે, એ સમય પડકારોથી ભરેલો હતો. તેમની પાસે ન તો સરકાર ચલાવવાનો અનુભવ હતો, ન વહીવટી વ્યવસ્થાનો અનુભવ અને ન તો ખૂબ વધારે જ્ઞાન.