Jai Hind

કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન ૩૦%

કેન્સરના દૃર્દૃીઓને મોંઘી દૃવાઓમાંથી મોટી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે તમામ બિન-સૂચિબદ્ધ એન્ટી-કેન્સર દૃવાઓ પર વેપારી નફો એટલે કે ટ્રેડ માર્જિન વધુમાં વધુ ૩૦% સુધી મર્યાદિૃત કરવાનો આદૃેશ કર્યો છે. આ નવો નિયમ બ્રાન્ડેડ અને જેનેરિક, દૃેશમાં બનેલી તેમજ વિદૃેશથી આયાત કરાયેલી અને પેટન્ટ ધરાવતી કે પેટન્ટ વગરની તમામ દૃવાઓ પર સમાન રીતે લાગુ પડશે. દૃવાઓના ભાવમાં રહેલા અતિશય નફાને કાબૂમાં લાવીને સારવારનો ખર્ચ ઘટાડવો એ આ પગલાનો મુખ્ય હેતુ છે.સરકારના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્સરની કેટલીક દૃવાઓની મહત્તમ છૂટક િંકમત (સ્ઇઁ)માં ૭૦% જેટલો ઘટાડો થઈ શકે છે. દૃવાઓ સસ્તી થવાથી દૃર્દૃીઓ અને તેમના પરિવારો પર સારવાર પાછળ થતો ખર્ચ મોટા પ્રમાણમાં ઘટશે.