Jai Hind

દૃવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત

કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫માં સુધારો કરવા માટેનો મુસદ્દો જાહેર કર્યો છે. આ અંતર્ગત શેડ્યૂલ ૐ, ૐ૧ અને ઠમાં સામેલ દૃવાઓની જાહેરાત અંગેના પ્રતિબંધો દૃવા વેચતા રિટેલર્સ, હોલસેલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સુધી લંબાવવાની તૈયારી છે.
પ્રસ્તાવ અનુસાર, આ દૃવાઓની જાહેરાત કરવા માટે કેન્દ્ર સરકારની અગાઉથી મંજૂરી લેવી પડશે. હાલમાં લાગુ નિયમો હેઠળ દૃવા બનાવતી કંપનીઓ પર આ પ્રતિબંધ છે, પરંતુ દૃવાઓનું છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા લાઇસન્સધારકોને સ્પષ્ટપણે આ નિયમોના દૃાયરામાં સામેલ કરવામાં આવ્યા નથી. સરકાર આ ખામીને દૃૂર કરવા માટે નિયમોમાં ફેરફાર કરવા માગે છે.આરોગ્ય મંત્રાલયે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જાહેર કરેલા ગેઝેટ નોટિફિકેશન G.S.R. 861(E દ્વારા નિયમોમાં સુધારાનો મુસદ્દો જાહેર કર્યો છે. આ પ્રસ્તાવ ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (ડ્ઢ્છમ્) સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદૃ રજૂ કરવામાં આવ્યો છે.