Jai Hind

મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દૃાખલ

વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા બ્લોકના ન્ોતાઓએ કૂચ યોજી સુપ્રીમ પહોંચ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીના ઈન્ડિયા ગઠબંધને સોમવાર ૧૨ ઓક્ટોબરની સાંજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી અને ત્યાં પહોંચી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દૃાખલ કરી. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ થઈ છે અને વોટ ચોરી જેવા ગંભીર મુદ્દા પર કાર્યવાહી થવી જોઈએ.
હકીકતમાં જોઈએ તો, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરવાની ભલે ના પાડી દૃીધી હોય, પણ તેમણે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવા માટે માર્ગ મોકળો કરી દૃીધો. ત્યાર બાદૃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના ૧૦-૧૫ નેતાઓના એક પ્રતિનિધિમંડળને પરિસરમાં બનેલા ફાઈિંલગ કાઉન્ટર પર જઈને ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી સોંપવાની મંજૂરી આપી દૃીધી. ખાસ વાત એ છે કે, ફાઈિંલગ કાઉન્ટર બંધ થવાના ઠીક એક મિનિટ પહેલા અરજી દૃાખલ થઈ.
હકીકતમાં જોઈએ તો, સીજેઆઈ સૂર્યકાંતે આ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાતનો સમય આપવાની ના પાડતા કહૃાું હતું કે, જે મુદ્દા પર તેઓ આવેદૃન આપવા માગે છે તે પહેલાથી કોર્ટમાં વિચારાધીન છે. આવા સમયે પ્રશાસનિક સ્તર પર બેસવાની જગ્યાએ ન્યાયિક પ્રક્રિયા દ્વારા કોર્ટનો દૃરવાજો ખટખટાવો યોગ્ય છે. સીજેઆઈ સૂર્યકાંતે ૧૧ ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેને તેમના અનુરોધનો જવાબ આપ્યો, જેમાં તેમણે ૧૨ ઓક્ટોબરના સાંજે ૪થી ૫ વાગ્યા વચ્ચે મુલાકાતનો સમય માગ્યો હતો.

આ વિપક્ષી નેતાઓનો ઉદ્દેશ્ય મુખ્ય ચૂંટણી કમિશનર અને ભારતીય ચૂંટણી પંચ, કેટલાય છાત્રોની કથિત મનમાની રીતે ધરપકડ, મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને ટ્રેનોને રદૃ કરવા જેવા મુદ્દા પર આવેદૃન સોંપવાનો હતો.
સીજેઆઈએ પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું કે, આ મુદ્દાથી સંબંધિત મામલા પહેલાથી સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. આવા કિસ્સા પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવી સંવિધાનમાં આપેલી શક્તિઓના પૃથક્કરણના સિદ્ધાંતની વિપરીત હશે. તેમણે તેને ન્યાયિક મર્યાદૃા અને સ્થાપિત પરંપરા અનુરૂપ નથી ગણતા.

મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર સાથે સીજેપીએ દૃેખાવો કરવા પોલીસ પાસ્ો તારીખ માગી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુર્યકાંત્ો રાહુલ ગાંધી સહિત વિપક્ષના ન્ોતાઓ સાથે મુલાકાત કરવાની ના પાડી હતી:ચીફ જસ્ટિસ્ો વિપક્ષના ન્ોતાન્ો માર્ગ બતાવ્યો

મુખ્ય ચૂંટણી કમિશનર સામે આક્રમક રીતે દૃેખાવો કરતી કોકરોચ જનતા પાર્ટીએ નવો પ્લાન ઘડી કાઢ્યો છે.
સીજેપી નેતા સૌરવ દૃાસ અને આશુતોષ રાંકા આજે દિૃલ્હીમાં સંસદૃ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને તેમણે દૃેખાવો કરવાની તારીખ માગી હતી.
આશુતોષ રાંકાએ કહૃાું કે અમે દિૃલ્હી પોલીસથી જાણવા માગીએ છીએ કે અમે ક્યારે દૃેખાવો કરી શકીએ છીએ અને એટલા માટે જ અમે અહીં આવ્યા છીએ. ૨૪ કલાકમાં દિૃલ્હી પોલીસ અમને જણાવી દૃે નહીંતર આગળ શું કરવું તે અંગે અમે નિર્ણય કરીશું. અમે શાંતિપૂર્વક જ દૃેખાવો કરવા માગીએ છીએ. આ સૌનો અધિકાર જ છે. અમે અમારી તરફથી પોલીસને વિકલ્પ આપી દૃીધા છે.

જ્ઞાન્ોશકુમારન્ો પદૃ પરથી હટાવવા કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ

કેરળ વિધાનસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદૃ પરથી હટાવવાની માગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરતી સમિતિમાં ફેરફાર કરવાની માગ પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વી.ડી. સતીશને સોમવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને જરૂરી સુધારા-વધારા સાથે પસાર કરી દૃેવામાં આવ્યો હતો. જ્યારે ભાજપના ત્રણ ધારાસભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
પ્રસ્તાવમાં મતદૃાર યાદૃીના ખાસ ગહન પુનરીક્ષણ દૃરમિયાન થયેલી કથિત ગરબડો અંગે ગંભીર િંચતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્પષ્ટ માપદૃંડો કે પૂર્વ માહિતી આપ્યા વગર જ પાત્ર મતદૃારોના નામ યાદૃીમાંથી હટાવી દૃેવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.