Jai Hind

ફોર્બ્સની બિલિયેનર્સ યાદી જાહેર મુકેશ અંબાણી ફરી બન્યા ભારતના સૌથી ધનવાન

એલન મસ્ક વિશ્ર્વના સૌથી ધનવાન તરીકે યથાવત: ચીનના ઝાંગ યિમિંગ ફરી એશિયાના સૌથી અમીર બન્યા

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયેનર્સ લિસ્ટમાં મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, રિલાયન્સના ચેરમેન ભારતના નંબર વન અબજોપતિનો તાજ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પાસેથી છીનવી લીધો છે, જયારે એલન મસ્ક દુનિયાના સૌથી ખર્વોપતિ તરીકે યથાવત છે. તેમનું નેટવર્થ 1.007 ટ્રિલિયન ડોલર છે.
ફોર્બ્સનો લિસ્ટ મુજબ મુકેશ અંબાણી દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં 25માં નંબરે છે.
તેમની નેટવર્થ 78.8 અબજ ડોલર છે, જયારે ગૌતમ અદાણીની 74.9 અબજ
ડોલર છે.
ભારતના ટોપ 5 અબજોપતિઓમાં સાવિત્રિ જિંદાલ 36.6 અબજ ડોલર, લક્ષ્મી મિતલ 30.6 અબજ ડોલર અને શિવ નાદર 27.4 અબજ ડોલરની સંપતિ ધરાવે છે.
બીજી બાજુ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને પછાડીને ચીનના ઝાંગ યિમિંગ ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.
ટિકટોકની મૂળ કંપની બાઈટડાન્સના માલિક યિમિંગની નેટવર્થ 84 અબજ ડોલર છે, ત્યારબાદ એશિયામાં મુકેશ અંબાણી અને ત્રીજા ક્રમે અદાણી છે.