Jai Hind

જથ્થાબંધ ફુગાવો ૧૧.૩૯%ની રેકોર્ડ સપાટીએ

ખાદ્યથી ઉર્જા અને ઉત્પાદૃન તમામ મોરચે ભાવ વધારો

ફુગાવો ગણવાની નવી પદ્ધતિ અપનાવ્યા બાદૃ સૌથી ઉંચો ૬૩% વેઇટેજ ધરાવતા ઉત્પાદૃન ક્ષેત્રમાં ભાવ વધારાથી
તમામ ક્ષેત્રમાં મોંઘવારીનું સ્ટીમરોલર ફરી વળશે

નવી દિલ્હી: દેશમાં રોકેટગતિએ આગળ વધી રહેલો ફુગાવો આ નવી શ્રેણીની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યા છે. સપ્ટેમ્બર માસમાં જથ્થાબંધ ફુગાવો 11.39ની સપાટીએ પહોંચી ગયા છે.
ખાસ કરીને ખાધ, ઉર્જા અને ઉત્પાદન ચીજોના ભાવ વધતા ફુગાવો આ તબકકે નોંધાયો છે. ખાધ અને ઈંધણનો ફુગાવો 22.93% હતો તે 25.85% નોંધાય છે તથા કુદરતી ગેસનો ભાવાંક 34.41% મળી 57.32% નોંધાયા છે. કોલ અને લિગ્નાઈટ ફુગાવો 1.57% માંથી 9.31% વધ્યા છે અને મીનરલ ઓઈલ ફુગાવો 38.48%માંથી 40.02% નોંધાયા છે. સરકારના આ આંકડા પરથી સ્થાપિત થઈ રહ્યું છે કે ફુગાવો મોરચે વધી રહ્યો છે અને તેની સીધી અસર છુટક ફુગાવા પર પડશે. ઉત્પાદક ચીજોના ફુગાવાનું એકંદર યોગદાન 63% રહી છે એટલે કે ઉત્પાદન ચીજોના ભાવ ફુગાવાની ગણતરીમાં સૌથી વધુ અસર કરે છે તે તમામ મોરચે ભાવ વધારશે. ખાસ કરીને ટેક્ષટાઈલ, કપડા, કેમીકલ, બેઝીક મેટલ તથા ઈલેકટ્રીકલ સાધનોમાં ભાવમાં ખૂબ જ વધ્યુ છે.