રાહુલની કૂચથી સુપ્રીમ નારાજ: અમન્ો કોઈ ધમકાવી શકે નહીં: ચીફ જસ્ટિસ
જંતરમંતરન્ો પ્રદૃર્શન સ્થળની યાદૃીમાંથી હટાવવા સામે કેન્દ્ર અન્ો દિૃલ્હી પોલીસન્ો સુપ્રીમની નોટિસ: દિૃલ્હીમાં ઇન્ટરન્ોટ બંધ કરવા મામલે સુપ્રીમે નોટિસ ફટકારતા કેન્દ્ર સરકારે માફી માગી
ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવાદિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કવાયત સામે દેશનાં મુખ્ય વિપક્ષી નેતાઓએ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે સંજ્ઞાન લેતા દેશનાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નોટિસ પાઠવીને તેમનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી અગ્રણીઓની આ અરજીઓને કોર્ટે આ જ વિષય પર પહેલાથી પેન્ડિંગ રહેલી અન્ય અરજીઓ સાથે જોડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોટિસ જારી કરતી વખતે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને કડક ટિપ્પણી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ વિપક્ષની અરજી પર સુનાવણી કરવા તૈયાર છે, પરંતુ આગામી તારીખે અરજદારોમાંથી એક નેતાએ પોતાના આચરણ અને વર્તન અંગે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે. કોર્ટે ઉમેર્યું કે તે ચોક્કસ અરજદાર માટેની નોટિસ હાલ પૂરતી કામચલાઉ ધોરણે જ સ્વીકારવામાં આવી છે અને જો તેઓ યોગ્ય કારણ દર્શાવશે તો જ તેને માન્ય રાખવામાં આવશે, જોકે આ કયા નેતા છે તે અંગે કોર્ટે કોઈ નામ જાહેર કર્યું નહોતું.
મુખ્ય ચુંટણી કમિશ્ર્નર સામેનો મોરચો જંગી મેદની સાથેની કુચ સુપ્રીમકોર્ટ સુધી લઈ જવાનું વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારે પડે તેવી શકયતા છે. આજે એસ.આર.આઈ. તથા ચુંટણીપંચની કામગીરી સામે સુપ્રીમમાં રાહુલ ગાંધી અને અન્યએ કરેલી રીટ તથા દિલ્હીમાં જંતર મંતર પર દેખાવોમાં પોલીસે સુપ્રીમના આદેશ છતાં પણ જે રીતે ઈન્ટરનેટ સેવા બંધ કરી તથા દિલ્હીમાં 57 જેટલા મેટ્રો સ્ટેશન બંધ કરાવ્યા તેની સામેની અવમાનની રીટ પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી શરુ થઈ છે. તેમાં તા.12ના રોજ જે રીતે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા અન્ય વિપક્ષી નેતાઓએ જંગી જનમેદની સાથે સુપ્રીમ ભણી કુચ કરીને શક્તિ પ્રદર્શન કરવા પ્રયાસ કર્યો તેના પર ચીફ જસ્ટીસ સહિત સુપ્રીમકોર્ટે ભારે નારાજ છે તે નિશ્ર્ચિત થયુ છે. આજ સુનાવણી સમયે કેટલાક ધારાશાસ્ત્રીઓએ રાહુલ ગાંધીની કૂચનો ઉલ્લેખ કર્યો હતો. ચીફ જસ્ટીસે તુર્તજ આકરા સ્વરમાં કહ્યું કે કોઈ ન્યાયતંત્ર પર ધોસ જમાવી શકે નહી કે ધમકાવી શકે નહી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર ચીફ જસ્ટીસે કહ્યું કે ન્યાયપાલિકા એટલી કમજોર નથી કે કોઈ ડરાવી ધમકાવી શકે આ બધી બેકારની કોશીશ છે અને અમે તેના પર ધ્યાન આપતા નથી.
દિલ્હીનાં જાણીતાં જંતર-મંતર સ્થળને વિરોધ-પ્રદર્શનો માટે નિર્ધારિત સત્તાવાર જગ્યાઓની યાદીમાંથી હટાવી દેવાના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સખત સંજ્ઞાન લીધું છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને સત્તાવાર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન પૂર્વ જજ અને વરિષ્ઠ વકીલ મુક્તા ગુપ્તાએ દલીલ કરી હતી કે વિરોધ પ્રદર્શનો માટેનું સ્થળ એવું હોવું જોઈએ જ્યાં સામાન્ય નાગરિકો અને પ્રદર્શનકારીઓની વાત સીધી જવાબદાર અધિકારીઓ સુધી પહોંચી શકે, જે લોકશાહીમાં ખૂબ જ આવશ્યક છે.
દિૃલ્હીમાં વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો છે. સરકારે કોર્ટમાં સોગંદૃનામું રજૂ કરીને જણાવ્યું છે કે જાહેર વ્યવસ્થા જાળવવા અને કાયદૃો-વ્યવસ્થાની સ્થિતિ બગડતી અટકાવવા માટે આ પગલું ભરવું જરૂરી હતું. જોકે, સરકારે કોર્ટના નિર્દૃેશોનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું હોવાનો ઇનકાર કરીને બિનશરતી માફી પણ માગી છે. કેન્દ્રએ આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ ગોિંવદૃ મોહનને આપવામાં આવેલી અવમાનનાની નોટિસ પાછી ખેંચવાની વિનંતી કરી છે.