Relianceની બિઝનેસ ઊભા કરવાની વિચારધારા અને Jioનું નિર્માણ કેવી રીતે થયું તે વિશે વાત કરીએ તો સૌપ્રથમ, અમારા દરેક વિચારની પાછળ લાંબા ગાળાની દૃષ્ટિ હોય છે
JIO IPO મીડિટ મીટ વખતે આકાશ અંબાણી, મેનેજિંગ ડિરેક્ટર ઉંશજ્ઞ ઙહફરિંજ્ઞળિત કમિં. દ્વારા જણાવ્યુ હતું કે આજે અહીં સમગ્ર કંપનીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવું મારા માટે ગૌરવની વાત છે. ઈશા અને શ્રી ઉદય કોટકના પ્રારંભિક સંબોધન બદલ હું તેમનો આભાર માનું છું.
મારી રજૂઆતની વિગતોમાં આગળ વધતાં પહેલાં, હું આપ સૌને ઉંશજ્ઞના મિશન વિશે જણાવવા માગું છું. છેલ્લાં 10 વર્ષમાં આપણે શું નિર્માણ કર્યું છે અને ભવિષ્યમાં આપણા વિકાસને કઈ બાબતો પ્રેરિત કરે છે, તે સમજાવવું મારા માટે મહત્ત્વપૂર્ણ છે.
ઉંશજ્ઞનું મિશન ખૂબ જ સરળ છે. ભારતના દરેક ઘર, દરેક નાગરિક અને દરેક વ્યવસાયિક સંસ્થાને ઉચ્ચ ગુણવત્તાની અને સૌથી વધુ પોસાય તેવી ડિજિટલ સેવાઓ સાથે જોડવાનું અમારું ધ્યેય છે.
અમને આપણા માનનીય વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને વિકસિત ભારત 2047’ના વિઝનમાંથી પ્રેરણા મળી છે. આ દિશામાં અમારું લક્ષ્ય ભારતને એક અગ્રણી ડિજિટલ સમાજ બનાવવાનું છે અને ઉંશજ્ઞ ઙહફરિંજ્ઞળિત કશળશયિંમ આ ધ્યેયને સાકાર કરવામાં સક્ષમ ભાગીદાર તરીકે પોતાની ભૂમિકા ભજવવા માગે છે.
ઈશા અંબાણી, ડિરેક્ટર, ઉંશજ્ઞ ઙહફરિંજ્ઞળિત કમિં. દ્વારા જણાવ્યુ હતું કે શ્રી કોટક, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રેસના તમામ સભ્યોનો પણ ખૂબ આભાર કે આપ સૌ આજે અહીં ઉપસ્થિત રહ્યા અને ઉંશજ્ઞની સફરની વાત સાંભળવા માટે તમારો કિંમતી સમય ફાળવ્યો. આજે આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ અમે ખૂબ આભારી છીએ.
ચાલો, હું આપને ઉંશજ્ઞની શરૂઆત કેવી રીતે થઈ તેની કહાનીથી પરિચિત કરાવું.
આ વાત લગભગ વર્ષ 2009-2010ની છે. આકાશ અને હું અમેરિકામાં કોલેજમાં અભ્યાસ કરતા હતાં. રજાઓ દરમિયાન અમે મુંબઈમાં ઘરે આવ્યાં હતાં. મારે એક અસાઇનમેન્ટ ઑનલાઇન સબમિટ કરવાનું હતું. મેં અસાઇનમેન્ટ સબમિટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યવશ ઇન્ટરનેટ કામ કરતું નહોતું અને હું મારું અસાઇનમેન્ટ સબમિટ કરી શકી નહીં.
ત્યારબાદ અમારી વચ્ચે એક ચર્ચા શરૂ થઈ-ભારત વિકાસની આ દોડમાં પાછળ કેમ રહે? પશ્ચિમી દેશોમાં અમને જે પ્રકારની કનેક્ટિવિટીનો અનુભવ થતો હતો, તેવી કનેક્ટિવિટી ભારતમાં કેમ ઉપલબ્ધ નહોતી?
આકાશને દૃઢ વિશ્વાસ હતો કે આ સમસ્યાનો જવાબ અને ઉકેલ એક એવી ડિજિટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ કંપની બનાવવામાં છે, જે ભારતની આ જરૂરિયાત પૂરી કરી શકે.
વર્ષ 2016માં ઉંશજ્ઞની શરૂઆત થઈ અને આજે આપણે વર્ષ 2026માં છીએ.
છયહશફક્ષભયની બિઝનેસ ઊભા કરવાની વિચારધારા અને ઉંશજ્ઞનું નિર્માણ કેવી રીતે થયું તે વિશે વાત કરીએ તો સૌપ્રથમ, અમારા દરેક વિચારની પાછળ લાંબા ગાળાની દૃષ્ટિ હોય છે.
છયહશફક્ષભયમાં અમે માત્ર આજના કે આવતીકાલના દિવસ માટે બિઝનેસ ઊભો કરતા નથી. અમે દાયકાઓ પછી શું થવાનું છે અને ભવિષ્યમાં કઈ તકો ઊભી થશે, તે વિશે પણ ઊંડાણપૂર્વક વિચારીએ છીએ. બીજું મહત્ત્વપૂર્ણ પાસું છે-જભફહય એટલે કે વિશાળ પાયે કામગીરી અને વિકાસ.
અમારા માટે મુખ્ય પ્રશ્ર્ન એ હોય છે કે આપણે કયા સ્તરનો વ્યાપ અને ક્ષમતા ઊભી કરવી જોઈએ, જેથી જે ઉદ્યોગમાં અમે કાર્ય કરીએ છીએ તેની આર્થિક વ્યવસ્થામાં મૂળભૂત પરિવર્તન લાવી શકાય.
બીજું, અમે અમારા વ્યવસાયને એવી દિશામાં આગળ વધારીએ છીએ કે તે સતત વધતો રહે અને લાંબા ગાળે ફ્રી કેશ ફ્લોનું સર્જન કરે.
વર્ષો દરમિયાન આ અભિગમે અમને એક સતત વિકાસચક્ર ઊભું કરવામાં મદદ કરી છે-બિઝનેસનું નિર્માણ કરવું, તેમાં રોકાણ કરવું, તેનો વ્યાપ વધારવો, રોકડ પ્રવાહ ઊભો કરવો અને ત્યારબાદ ફરીથી વિકાસમાં રોકાણ કરવું.
ધીરુભાઈ અંબાણીનું વિઝન અને વારસો
વર્ષ 1977માં મારા દાદા ધીરુભાઈ અંબાણીએ છયહશફક્ષભય ઈંક્ષમીતિિંશયતને શેરબજારમાં લિસ્ટેડ કંપની બનાવી હતી.
આજે એ ઘટનાને લગભગ 50 વર્ષ થવા આવ્યાં છે. ત્યારથી છયહશફક્ષભય ઈંક્ષમીતિિંશયતએ વાર્ષિક ધોરણે 29%નું વળતર આપ્યું છે. ત્રણ પેઢીઓ પછી પણ આકાશ, અનંત અને હું અમારા સૂત્ર ‘ૠજ્ઞિૂવિં શત કશરય’ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
અમે માત્ર અમારા દાદાનું વિઝન જ આગળ ધપાવી રહ્યાં નથી, પરંતુ લાખો શેરહોલ્ડર્સના વિશ્ર્વાસને પણ આગળ લઈ જઈ રહ્યાં છીએ. આ શેરહોલ્ડર્સે તેમના વિઝનમાં વિશ્ર્વાસ મૂક્યો અને તેને પોતાનું વિઝન બનાવ્યું.
આ જ વારસો અને વિશ્ર્વાસ અમારી જવાબદારીને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.