Jai Hind

દિૃલ્હીના સેન્ટ્રલ પાર્કમા આજે કોકરોચની તિરંગો લઇને થશે કૂચ

હવે કોનોટ પ્લેસ બનશે નવુ રણમેદૃાન
સુપ્રીમે કહૃાુ અમે કૂચન્ો રોકી ન શકી, દિૃલ્હી પોલીસ્ો કલમ ૧૬૩ના આદૃેશ કર્યા

નવી દિલ્હી: જંતરમંતરને પ્રદર્શન-ધરણા-દેખાવ-સ્થળ તરીકે પ્રતિબંધીત કરી સરકારે હવે દિલ્હીમાં મુખ્ય ચુંટણી કમિશ્ર્નર સહિતના દેખાવકારો સામે ધડાધડ એફઆઈઆર તોપવાનું શરૂ કર્યુ છે તથા કોકરોચ જનતા પાર્ટીના બે ટોચના નેતાઓને પાંચ દિવસ જેલમાં મોકલ્યા છે તેની સામે હવે દિલ્હીનું કોનોટ પ્લેસ નવું રણમેદાન બને તેવા સંકેત છે તથા કોકરોચ જનતા પાર્ટીએ કાલે કોનોટ પ્લેસમાં તિરંગા માર્ચ યોજવા અને જેન-ઝીને તમો જોડાવા આહવાન કરતા દિલ્હીનું તંત્ર સાવધ થયુ છે. કોકરોચ જનતા પાર્ટીના વડા અભિજીત દિપકેએ જાહેર કર્યુ કે કાલે સાંજે પાંચ વાગ્યે કોનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં તિરંગો લહેરાવાશે અને જેઓ અહી પહોંચી શકે નહી તેઓ પોતાના ઘર પર તિરંગો લહેરાવાશે. તેઓએ જણાવ્યું કે મને જેલમાં જવાની ચિંતા નથી. અમો રાષ્ટ્રધ્વજ ફરકાવવા જઈ રહ્યા છે. જે અમારો અધિકાર છે. તેણે કેન્દ્ર સરકાર પર અઘોષિત કટોકટી લાદવાનો આરોપ મુકયો હતો. બીજી તરફ વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેએ કોકરોચ સહિતના પાછળ વિદેશી ફંડીંગ હોવાનો જે આરોપ મુકયો તેનો જવાબ આપતા અભિજીત દિપકેએ વળતો જવાબ આપતા કહ્યું કે જો વિદેશી ફંડીંગ હોય તો હરીશ સાલ્વેએ તેના પુરાવા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને સોપવા જોઈએ અને તેમાં કાર્યવાહી કરવા જણાવવું જોઈએ.